ગાંધીનગરમાં સેક્ટર 1 પાસેના ખુલ્લા ખાડામાં પડતા બાળકીનું મોત
પાટનગરમાં જ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી

પાટનગરમાં જ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી

પાટનગરમાં જ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી
ગાંધીનગર શહેરના સેક્ટર-1 ચ-0 સર્કલ પાસે આજે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં રસ્તા કિનારે આવેલી ખુલ્લા ખાડામાં પડી જતાં એક બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણકારી મળતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધર્યું છે, પરંતુ સમયસર સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 1 પાસે આ ઘટના બની છે. જ્યાં વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે. બાળકી એક ખુલ્લા ખાડામાં પડી ગઈ હતી. અહીં નોંધનીય છે કે ખાડો રોડ રીપેરિંગ માટે ખોદવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પણ તેનું યોગ્ય રીતે બેરિકેડ ના મુકાયા હોવાથ આ દુર્ઘટના બની.
સ્થાનિક નાગરિકોએ આ ઘટનાને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ગણાવી છે અને જવાબદાર સામે કડક પગલા ભરવાની માંગ ઉઠાવી છે. તેઓનું કહેવું છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા ઘણા ખાડા ખુલ્લા પડ્યાં છે, જે વારંવાર દુર્ઘટનાને આમંત્રણ આપે છે.
હવે જોવાનું રહેશે કે આ દુઃખદ ઘટનાના પગલે મહાનગરપાલિકા કેટલી ગંભીરતા સાથે પગલા લે છે અને આવનાર સમયમાં આવી બેદરકારી અટકાવાય છે કે નહીં.
આ પણ વાંચો---
Rajkot: પ્લાસ્ટિકની દડી ગળી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત,વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!