વડોદરામાં ગેસ સપ્લાય બંધ થતાં નાગરિકોને હાલાકી
વડોદરામાં હરણી પાસે માઇક્રો ટનલિંગમાં ગેસ લાઈન તૂટી, આખી રાત ચાલી સમારકામની કામગીરી..

વડોદરામાં ગેસ સપ્લાય બંધ થતાં નાગરિકોને હાલાકી

વડોદરામાં ગેસ સપ્લાય બંધ થતાં નાગરિકોને હાલાકી
વડોદરા શહેરમાં રવિવારે માઇક્રો ટનલિંગની કામગીરી દરમિયાન થયેલી એક ગંભીર ભૂલને કારણે અડધા શહેરના નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના ગોલ્ડન ચોકડી, હરણી વિસ્તાર નજીક ચાલી રહેલા કામકાજ દરમિયાન ભૂલથી મુખ્ય ગેસ લાઇનને મોટું નુકસાન પહોંચ્યું હતું.
આ ભંગાણના કારણે શહેરના મોટા વિસ્તારમાં ગેસ પુરવઠો તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો.આ ઘટનાના કારણે વડોદરા શહેરના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર સહિત આશરે 5 લાખથી વધુ નાગરિકો સીધી રીતે પ્રભાવિત થયા હતા.
ગેસ પુરવઠો અચાનક બંધ થવાના કારણે રવિવારના દિવસે જ શહેરીજનો માટે રસોઈ બનાવવાનું મોટું સંકટ ઊભું થયું હતું. લાંબા સમય સુધી ગેસ ન મળતા, પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને આખો દિવસ સિલિન્ડર, હોટલમાંથી તૈયાર ભોજન અથવા રેડીમેડ ફૂડ પર નિર્ભર રહેવું પડ્યું હતું. રવિવારની રજા હોવા છતાં, હજારો પરિવારોને ગેસ લાઇન તૂટવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાતોરાત યુદ્ધના ધોરણે કામગીરી
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને વડોદરા ગેસ લિમિટેડ (VGL)ની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન કામગીરી શરૂ કરી હતી.
ગેસ સપ્લાય ફરી શરૂ કરવા માટે આખી રાત સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે વહેલી તકે ગેસ સપ્લાય પૂર્વવત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની અકસ્માતપૂર્ણ ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે માઇક્રો ટનલિંગની કામગીરીમાં વધુ સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?