વડોદરામાં કચરાની ગાડીએ લોકોને અડફેટે લીધા
CCTVમાં ભયાનક દૃશ્યો કેદ: કચરાની ગાડીમાંથી દારૂની પોટલી મળી, ટોળાએ ચાલકને મેથીપાક ચખાડ્યો

કચરાની ગાડીએ અકસ્માત સર્જ્યો

કચરાની ગાડીએ અકસ્માત સર્જ્યો
વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મંગળવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. વડોદરા મહાનગરપાલિકા (VMC)ની ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડી (ટેમ્પો) ચલાવતા ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ અન્ય એક પાર્ક કરેલા ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ટેમ્પો ચાલક મુન્ના ભુરાભાઈ મેડા (ઉ.વ. 29) ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. તેણે બેફામ રીતે ટેમ્પો હંકારીને કિશનવાડી પાસે રોડ પર ઉભેલા રાહદારીઓને ફંગોળી દીધા હતા. અહીં પણ ન અટકતા, તેણે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા અન્ય એક ટેમ્પોને એટલી જોરથી ટક્કર મારી કે પાર્ક કરેલો ટેમ્પો પણ ઢસડાઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી.
ચાલકને ટોળાનો મેથીપાકઆ અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક ટેમ્પો ચાલક મુન્ના મેડાને ટેમ્પોમાંથી ઉતારીને મેથીપાક ચખાડ્યો હતો.
લોકોએ જ્યારે ચાલકને દારૂ પીવા અંગે સવાલ કર્યો અને લાયસન્સ માંગ્યું, ત્યારે તે દાદાગીરી કરતો હતો. તેણે સ્વીકાર્યું હતું કે તેણે અહીંથી જ દારૂની પોટલી લઈને પીધી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે તેના ટેમ્પો પર 'VMC On Duty' લખેલું હતું.
કચરાની ગાડીમાં દારૂઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં ટેમ્પો ચાલક મુન્ના ભુરાભાઈ મેડા દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. આ ઉપરાંત, પોલીસે ટેમ્પાની તલાશી લેતા તેમાંથી દેશી દારૂ પણ મળી આવ્યો હતો.
અકસ્માતમાં ઘાયલ થયેલા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પાણીગેટ પોલીસે આરોપી મુન્ના ભુરાભાઈ મેડા સામે બેફામ ડ્રાઇવિંગ માટે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, દારૂ પીધેલા સરકારી કોન્ટ્રાક્ટના વાહન ચાલકો દ્વારા સર્જાતા અકસ્માતોને લઈને વડોદરા શહેર પોલીસની કામગીરી અને કાયદાના અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?