નવરંગપુરામાંથી ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું 24ની ધરપકડ
USA-કેનેડામાં ‘મ્યુનરાઇઝ રેમેડી’ના નામે એડવાન્સ પેમેન્ટ લઈ હલકી ગુણવત્તાની દવા મોકલાતી હતી

નવરંગપુરામાંથી ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું

નવરંગપુરામાંથી ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું
અમદાવાદમાં સાયબર ક્રાઈમ અને પોલીસની સંયુક્ત ટીમે નવરંગપુરા વિસ્તારમાં સાકાર-9 કોમ્પ્લેક્સના 12મા માળે ચાલી રહેલા એક ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટરનો મુખ્ય ટાર્ગેટ અમેરિકા, કેનેડા અને અન્ય વિદેશોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકો હતા.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 24 જેટલા વ્યક્તિઓ આ રેકેટમાં કામ કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ કોલ સેન્ટર મુખ્યત્વે ‘મ્યુનરાઇઝ રેમેડી’ નામક કંપનીના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતું હતું.
તેઓ વિદેશમાં રહેતા ભારતીયોને ફોન કરીને બજાર કિંમત કરતાં ઓછા ભાવે આયુર્વેદિક દવાઓ મોકલવાની લાલચ આપતા હતા.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ ગ્રાહકોને $600 થી $600 (અંદાજે ₹50,000થી ₹65,000)ની કિંમતના દવાના પેકેટ આપવાનું વચન આપી ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધા પછી, તેઓ કાં તો હલકી ગુણવત્તાવાળી દવાઓ મોકલતા અથવા કંઈપણ મોકલતા નહોતા, જેનાથી ગ્રાહકોને નાણાકીય નુકસાન થતું.
વિદેશી ભારતીયોના નંબર મેળવવા માટે આરોપીઓ કોલિંગ સાયબર નામક એપનો ઉપયોગ કરતા હતા.
પોલીસે આ સમગ્ર રેકેટના મુખ્ય આરોપી અને ઓફિસના માલિક અભિષેક પાઠકની ધરપકડ કરી છે. તેની સાથે કુલ 24 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં 5 મહિલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ, 5 મહિલા આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
મુખ્ય આરોપી અભિષેક પાઠક અને અન્ય 3 મુખ્ય આરોપીઓને પોલીસે વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. આ રેકેટમાં અન્ય કોઈ ડોક્ટર, ફાર્મા કંપની કે અન્ય ટીમો સંકળાયેલી છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સાથે જ, તેમના બેન્ક ખાતાઓ અને અન્ય નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?