ખેડામાં નીલગાય સાથે કાર અથડાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત
મહિસાગર જિલ્લાના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતા

ખેડામાં નીલગાય સાથે કાર અથડાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત

ખેડામાં નીલગાય સાથે કાર અથડાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત
ખેડા: ગુજરાતના ખેડા જિલ્લાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ગુરુવારે રાત્રે રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. નીલગાયના અચાનક રસ્તા પર આવી જતાં મહિસાગર જિલ્લાના બાલાસોરના યુવકોની ઇકો કાર પલટી ગઈ, જેના પરિણામે એક ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિમાંથી ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મહિસાગર જિલ્લાના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, એકાએક નીલગાય રસ્તા પર આવી ગઈ અને કાર ચાલકે ગાડી પર કાબૂ ગુમાવી દિધો, જેના પરિણામે કાર પલટી ગઈ. કાર એટલી ભયાનક રીતે પલટી ગઈ હતી કે, કારમાં સવાર ચારેય યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું.
પ્રાપ્તિ માહિતી અનુસાર, ઈકો કારમાં પાંચ લોકો સવાર હતાં, જેમમાં ચાર લોકોનું મોત થયું અને એક વ્યક્તિને ગંભીર ઘાયલ હોવાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ચારેય મૃતક મહિસાગર જિલ્લાના બાલાસોરના ઓથવાડ ગામના નિવાસી હતા.
આ ઉપરાંત, ખેડા જિલ્લાના મહિસાગર અને અમદાવાદને જોડતા હાઇવે પર છેલ્લા ઘણા સમયથી નેલગાયના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં આ પ્રકારના નાના-મોટા અકસ્માતો અવારનવાર સર્જાતા રહ્યા છે. હાલ, આ ચારેય યુવકોના મોતથી તેમના પરિવારમાં અને ગામમાં દુઃખનો માહોલ છવાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.