કાલુપુર સ્વામિનારાયણ ગાદીપતિ ના પુત્રની FIR
કાલુપુર સ્વામિ.મંદિરના ગાદીપતિના પુત્રની પત્ની અને સાસરિયા સામે FIR
કાલુપુર સ્વામિનારાયણ ગાદીપતિના પુત્ર
કાલુપુર સ્વામિનારાયણ ગાદીપતિના પુત્ર
અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદ કૌશલેન્દ્રપ્રસાદ પાંડેએ પોતાની પત્ની અને સાસરિયાં વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પત્ની અને તેના પરિવારજનોએ રૂ. 11 લાખ પડાવી લીધા છે અને હવે રૂ. 100 કરોડની ખંડણીની માંગણી કરી છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
2023માં ઓળખાણ, 2024માં લગ્નવ્રજેન્દ્રપ્રસાદ પાંડેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023માં તેમના દાદાની ઓળખાણ પાલડીના શશીકાંત તિવારી સાથે થઈ હતી. બાદમાં શશીકાંત તિવારીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે રહેતી અવંતિકા નામની યુવતી સાથે વ્રજેન્દ્રપ્રસાદના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ફેબ્રુઆરી 2024માં અવંતિકા અને તેનો પરિવાર મેમનગર ખાતે વ્રજેન્દ્રપ્રસાદના પરિવારને મળ્યા હતા. ઝડપથી સગાઈ અને લગ્ન કરવાનો પ્રસ્તાવ સ્વીકારી, એપ્રિલ 2024માં પ્રયાગરાજ ખાતે સગાઈ થઈ અને જુલાઈ 2024માં હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યા.
હનીમૂન દરમિયાન જમવામાં સફેદ પાવડર ભેળવ્યોલગ્ન બાદ વ્રજેન્દ્રપ્રસાદ અને અવંતિકા હનીમૂન માટે ઇન્ડોનેશિયાના બાલી ગયા હતા. પહેલા જ દિવસે હોટલના રૂમમાં જમવાનું મંગાવ્યું હતું, જે ખાધા બાદ વ્રજેન્દ્રપ્રસાદની તબિયત બગડી ગઈ અને તેમને કંઈ યાદ રહ્યું ન હતું. બીજા દિવસે સવારે પત્નીના બેગમાંથી એક સફેદ પાવડરની પોટલી મળી આવી હતી. પૂછતા પત્નીએ તેને આયુર્વેદિક દવા ગણાવી હતી. જોકે, બીજા એક પ્રસંગે વ્રજેન્દ્રપ્રસાદે પત્નીને જમવામાં તે સફેદ પાવડર ભેળવતા રંગેહાથ પકડી પાડી હતી. સાવધાની રાખી તેમણે તે ખાવાનું ઢોળી દીધું હતું અને અન્ય રૂમમાં સુવા જતા રહ્યા હતા.
રૂ. 11 લાખ પડાવી લીધા અને 100 કરોડની માંગણીહનીમૂનથી પરત ફર્યા બાદ પત્ની દ્વારા પૈસાની માંગણી શરૂ કરવામાં આવી હતી. તેણે ભાઈની એજ્યુકેશન ફીના બહાને રૂ. 3 લાખ સહિત અલગ-અલગ કારણોસર કુલ રૂ. 11 લાખ પડાવી લીધા હતા. વ્રજેન્દ્રપ્રસાદે આ વર્તનને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક દિવસ તેમણે પત્નીના જૂના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેટ તપાસી, જેનાથી તેઓ ચોંકી ગયા હતા. ચેટમાં પત્નીએ પોતાની એક સ્ત્રી મિત્ર સાથે કૌશલેન્દ્ર પ્રસાદના પરિવારને નુકસાન પહોંચાડીને રૂ. 100 કરોડ પડાવીને ભાગી જવાની વાત કરી હતી. વ્રજેન્દ્રપ્રસાદે આ વાત અને ચેટના સ્ક્રીનશોટ પોતાના પરિવારજનોને બતાવતા, પત્નીના માતા-પિતાને પ્રયાગરાજથી બોલાવવામાં આવ્યા હતા.
સાસરિયાંની ધમકી: 'તમે કેવી રીતે જીવો છો, જોઈ લઈશું'વ્રજેન્દ્રપ્રસાદે સાસરિયાંને સ્ક્રીનશોટ બતાવતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે આ બધું ઉપજાવી કાઢેલું છે. તેઓ દીકરીને પ્રયાગરાજ લઈ જઈ રહ્યા હોવાનું કહી 'હમકો ઇસકો ઇન ભેડીયો કે ઘર મેં નહિ રખના હૈ' જેવા વાક્યો ઉચ્ચાર્યા હતા. થોડા મહિના બાદ સાસુ-સસરા અને અન્ય લોકોએ નારણપુરા ખાતે વ્રજેન્દ્રપ્રસાદના પરિવારને મળવાનું નક્કી કર્યું હતું. આ મુલાકાતમાં વાતચીત ઉગ્ર બનતા સાસરિયાંએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને રૂ. 100 કરોડ પહોંચાડી દેવાની માંગણી કરી હતી.
આ સમગ્ર ઘટના બાદ વ્રજેન્દ્રપ્રસાદે પોતાની પત્ની, સાસુ-સસરા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એલ.એલ. ચાવડાએ આ ફરિયાદની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.