વરાછા ઝોનમાં દબાણ હટાવ ઝુંબેશ સામે ઉગ્ર વિરોધ
વરાછા ઝોનમાં લારી-ગલ્લાવાળાઓનો મોરચો,અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ અપાઈ

વરાછા દબાણ ઝુંબેશ વિવાદ

વરાછા દબાણ ઝુંબેશ વિવાદ
વરાછા ઝોનમાં લારી-ગલ્લાવાળાઓનો ઉગ્ર મોરચો :
સુરતના વરાછા ઝોન ખાતે લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના મોટા સમૂહે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્યના પત્ર બાદ વરાછા સ્થિત સરથાણા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, જેનો વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકો પ્લે કાર્ડ અને બેનરો સાથે વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા હતા.
સામાન્ય ધંધાર્થીઓ દ્વારા પાલિકાના અધિકારીઓ અને કામગીરી કરતા લોકો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમનો આક્ષેપ છે કે નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે, માલ-સામાન ગમેતેમ ફેંકી દેવામાં આવે છે અને અધિકારીઓ ગાળો આપી અભદ્ર વર્તન કરે છે. લોકોએ આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.
વૃદ્ધ મહિલા સાથે અભદ્રતા: મેયર દ્વારા તપાસના આદેશ
દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન પાલિકાના દબાણ ખાતાના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ સામે 65 વર્ષના માજી સાથે અભદ્ર વાણી વિલાસ કરવાના ગંભીર આક્ષેપો થયા છે. અધિકારીના આ અમાનવીય વર્તન સામે પાથરણાવાળાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર વિવાદ બાદ સુરત શહેરના મેયર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે ઝોનના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ તપાસ અધિકારીના વર્તન અને દબાણ હટાવવાની કામગીરીમાં માનવીય અભિગમની ખામી પર કેન્દ્રિત રહેશે
વરાછા દબાણ વિવાદ પર ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન :
સુરતના વરાછા વિસ્તારમાં ચાલી રહેલા દબાણ હટાવવાની કામગીરી અને તેના વિવાદ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઈ એક પ્રશ્ન હલ કરવા જતાં અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય ન થવો જોઈએ.
કાનાણીએ સ્વીકાર્યું હતું કે વરાછામાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણનો પ્રશ્ન ગંભીર છે અને આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે જ તંત્રને પત્ર લખ્યો હતો.
લક્ષ્ય માથાભારે તત્વો, ગરીબ વેપારીઓ નહીં :
ધારાસભ્યે સ્પષ્ટતા કરી કે તેમના પત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા અને માથાભારે દબાણકર્તાઓ સામે સખત કાર્યવાહી કરવાનો હતો
તેમણે ઉમેર્યું કે જે વૃદ્ધ મહિલાઓ પોતાની જગ્યા પર શાંતિથી વેપાર કરે છે અને પોતાની આજીવિકા કમાય છે, તેમનો સામાન જપ્ત કરવો અને તેમની સાથે અમાનવીય વર્તન કરવું એ કોઈપણ રીતે યોગ્ય નથી. કાનાણીએ તંત્રને તાકીદ કરી છે કે દબાણ હટાવતી વખતે ગરીબ અને નિર્દોષ લોકોને હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?