હાલોલ એસટી ડેપોમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
સ્કૂલના ઝઘડામાં દેવરાજ બારોટ અને સાગરીતોનો હુમલો, ગંભીર હાલતમાં વિદ્યાર્થી હોસ્પિટલમાં

જુની અદાવતમાં વિદ્યાર્થી પર હુમલો

જુની અદાવતમાં વિદ્યાર્થી પર હુમલો
પંચમહાલ જિલ્લાના ઔદ્યોગિક શહેર હાલોલમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. શહેરના સૌથી ભરચક ગણાતા એસટી ડેપો વિસ્તારમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ શખ્સોએ ધોળા દિવસે જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
હુમલા પાછળનું કારણ: પ્રાપ્ત માહિતી અનુસાર, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને હુમલાખોર દેવરાજ બારોટ વચ્ચે અગાઉ શાળામાં કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ જૂના ઝઘડાની અદાવત રાખીને દેવરાજ બારોટ અને તેના અન્ય બે સાગરીતોએ વિદ્યાર્થીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આજે જ્યારે વિદ્યાર્થી એસટી ડેપો પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ ત્રણેય શખ્સોએ તેને આંતરીને લાકડાના ફટકા વડે હુમલો શરૂ કરી દીધો હતો.
ભયાનક દ્રશ્યો અને નાસભાગ: હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક વિદ્યાર્થીના માથાના ભાગે ફટકા માર્યા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાથી ડેપો પરિસરમાં હાજર મુસાફરો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકોએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
તબીબી અને પોલીસ કાર્યવાહી: ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, માથામાં ગંભીર ઈજા હોવાથી તેની હાલત અત્યંત નાજુક છે.
બીજી તરફ, પોલીસે વાયરલ વીડિયોને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલોલ પોલીસે મુખ્ય આરોપી દેવરાજ બારોટ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.