બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત
બોલેરો પિકઅપ ટ્રકમાં ઘૂસતાં ભયાનક દુર્ઘટના, નરોડાના કેટરિંગ કર્મચારીઓ બગોદરા જઈ રહ્યા હતા

બાવળા બગોદરા હાઇવે અકસ્માત

બાવળા બગોદરા હાઇવે અકસ્માત
અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પર વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રામનગર નજીક સવારે લગભગ 4:30 વાગ્યે પૂરપાટ ઝડપે દોડી રહેલી બોલેરો પિકઅપ વાન આગળ ચાલતા ટ્રકના પાછળના ભાગમાં જઈ અથડાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે પિકઅપ વાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બની ગઈ હતી.
અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને અન્ય ચાર ઘાયલોને બાવળા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થતાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો હતો.
મૃતક અને ઘાયલ તમામ લોકો અમદાવાદના નરોડા વિસ્તાર સ્થિત કેટરિંગ સંસ્થામાં કામ કરતા હતા. તેઓ બગોદરા પાસે આવેલા એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગે રસોઈ તૈયાર કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ઇજાગ્રસ્તોની નાજુક સ્થિતિને જોતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે, જ્યાં એક ઘાયલની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસે ઘટનાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?