વાવ-થરાદમાં સાયબર ફ્રોડથી ખેડૂતો મુશ્કેલીમાં
વાવ-થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીનો આતંક: બેંક મેસેજ વગર જ ખેડૂતોની મહેનતની કમાણી ચોરાઈ

થરાદ સાયબર ક્રાઈમ સમાચાર

થરાદ સાયબર ક્રાઈમ સમાચાર
બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બે ખેડૂતો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કિસ્સામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે કેટલાક કિસ્સામાં બેંકમાંથી નાણાં કપાયા હોવા છતાં ગ્રાહકોને મોબાઈલ પર કોઈ મેસેજ પણ મળ્યો નથી.
મેસેજ જોતા જ ખેડૂતને લાગ્યો આંચકો :
થરાદ તાલુકાના વડગામડા ગામના રહેવાસી વાઘાભાઈ રમેશભાઈ ચૌધરી નામના ખેડૂત આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગત 29 માર્ચ 2026ના રોજ રવિવારના બપોરે તેઓ ઘરે હાજર હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માંથી નાણાં ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. વાઘાભાઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કર્યો ન હોવા છતાં તેમના ખાતામાંથી 8500 રૂપિયા કપાઈ ગયા હતા.
રવિવાર હોવાથી બેંક બંધ હતી, જેથી તેઓએ સોમવારે 30 માર્ચના રોજ બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો. બેંક સત્તાવાળાઓએ તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ વાઘાભાઈએ ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલ CID ક્રાઈમ ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.
મેસેજ વગર જ ખાતામાંથી 10 હજાર ગાયબ :
આવી જ અન્ય એક ઘટનામાં એક પ્રજાપતિ ખેડૂત પણ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. આ ખેડૂતના જણાવ્યા મુજબ, તેમને બેંકમાંથી નાણાં કપાવા અંગેનો કોઈ એસએમએસ મળ્યો ન હતો. જોકે, જ્યારે તેમણે SBI ની YONO એપમાં બેલેન્સ ચેક કર્યું ત્યારે ખબર પડી કે તેમના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા છે. ભોગ બનનાર ખેડૂતે દાવો કર્યો છે કે માત્ર તે જ નહીં, પરંતુ આ વિસ્તારના અંદાજે 100 થી વધુ લોકોના ખાતામાંથી આ રીતે ગેરકાયદે નાણાં ઉપાડવામાં આવ્યા છે.
બેંક સત્તાવાળાઓનો સ્વીકાર અને પોલીસ તપાસ :
જ્યારે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ બેંકમાં તપાસ કરી, ત્યારે અધિકારીઓએ કબૂલાત કરી હતી કે હાલમાં આવા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. સાયબર ઠગ ટોળકી ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ખેડૂતોની મહેનતની કમાણી લૂંટી રહી છે. બંને ખેડૂતોએ પોલીસમાં લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવા અને પોતાની રકમ પરત અપાવવા માટે માંગ કરી છે.
વાવ-થરાદ પંથકમાં વધતા જતા આ કિસ્સાઓને જોતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.