ખેડૂતોની મુશ્કેલી વધી, ફરી મગફળીની ખરીદીમા ડાંડીયા કેમ?
સરકારનો ઈરાદો ખેડૂતોના હિતમાં નહીં વેપારીઓના હિતમાં...!

મગફળીની ખરીદીમાં સરકાર નિષ્ફળ!

મગફળીની ખરીદીમાં સરકાર નિષ્ફળ!
મગફળીની ખરીદીની પ્રક્રિયા ફરી એકવાર રાજ્ય સરકારની બેદરકારી અને વ્યવસ્થાની ખામીના કારણે ચર્ચાનો વિષય બની છે. 11 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે ખરીદીનો સમયગાળો નક્કી કરાયો છે, પરંતુ હાલની ગતિ જોઈને એવું લાગે છે કે આ સમયમર્યાદામાં તમામ મગફળી ખરીદવાનો મોટો પડકાર છે. ખેડૂતોની માંગ છે કે આ પ્રક્રિયા ગોકળગાયની ગતિએ નહીં પણ ઝડપી અને અસરકારક રીતે હાથ ધરવામાં આવે. 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની કેન્દ્રીય મંજૂરી મળ્યા પછી પણ માત્ર 2.70 લાખ મેટ્રિક ટન મગફળી જ ખરીદવામાં આવી છે. આ ખરાબ પ્રદર્શન ખેડૂતોની સ્થિતી સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને શંકાસ્પદ બનાવે છે.
ગોડાઉન અને બારદાનની ખામી...
ખેડૂતોના હિત માટે સરકારના પ્રયાસો ગોડાઉન અને બારદાનના અભાવે ખોરવાઈ ગયા છે. આ ખામીઓના કારણે અનેક ખરીદી કેન્દ્રો બંધ છે. જો સરકાર પાસે 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી છે, તો તે પ્રમાણે પુરતી સામગ્રી અને સુવિધા કેમ ઉપલબ્ધ નથી?
ચુકવણીમાં વિલંબ...
30 દિવસમાં નાણાં ચુકવવાની સરકારની નીતિ ફક્ત કાગળ પર જ લાગુ પડી છે. જો ખરીદીની પ્રક્રિયા આ પદ્ધતિથી ચાલુ રહેશે તો ખેડૂતને પોતાના ઉત્પાદન માટે મળવાનું વળતર 4 મહિના સુધી વિલંબિત થશે.
ખેડૂતોની ચિંતા...
ખેડૂતોની સ્થિતી એવી છે કે તેઓ મગફળીનું વળતર સમયસર ન મળવાથી કંટાળેલા છે. તેઓએ મગફળીના ભંડાર માટે સરકાર તરફથી તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે. મગફળી વેચવા માટેની લાંબી રાહથી ખેડૂતોને બેવડી મુશ્કેલી ભોગવવી પડી રહી છે. એક તરફ જમીનમાં મગફળીનું ઉત્પાદન કરવાનો ખર્ચ અને બીજી તરફ વેચાણમાં મોડું થવાને કારણે નાણાકીય બોજ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.