મહેસાણામાં નકલી IAS અધિકારી પકડાયો, 21 લાખની છેતરપિંડીમાં 4 આરોપી વિરૂદ્ધ ફરિયાદ
મહેસાણામાં નકલી IAS અધિકારી બની 21 લાખની છેતરપિંડી કરનાર ઋષભ રેડ્ડી ઝડપાયો, અન્ય આરોપીઓ હજુ સુધી ફરાર

વિસનગર પોલીસ સ્ટેશન

વિસનગર પોલીસ સ્ટેશન
મહેસાણા પોલીસ સમક્ષ એક મોટા છેતરપિંડી કેસમાં નકલી IAS તરીકે ઓળખાતા ઋષભ રેડ્ડી ઉર્ફે અર્પિત પિયુષભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વિસનગરના કાંસાના ગામના દિનેશ પટેલ નામના યુવકને ઈન્કમટેક્સ રેડનું નાટક રચીને 21.65 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ફેસમાલ મિત્રતા અને ષડયંત્ર
આ શખ્સ સુરતના પિતા-પુત્ર જયંતિભાઈ અને કૌશિક પટેલ સાથે મળીને આરોપી દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેઓએ દાવો કર્યો કે, તેમના નજીકના મિત્રના ઘરે ઈન્કમટેક્સ રેડ પડી છે અને તેના 600 કરોડ રૂપિયા તેમના હસ્તક છે. જો તે પૈસા છોડી દેવા હોય તો જે કહીએ તે પ્રમાણે કરવું પડશે એવું કહી દિનેશ પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
અફવા, અસહાયતા અને ઉઘરાણી
અરોપીઓએ એવો પણ દાવો કર્યો કે, રેડના કારણે તેઓ આર્થિક રીતે તૂટી ગયા છે અને તેમને વકીલને આપવાના પણ પૈસા નથી. પરિણામે દિનેશ પટેલે દયાભાવમાં આવીને રૂપિયા 21.65 લાખ આપી દીધા હતા. વધુમાં એક થાર ગાડી પણ આપી હતી જેથી તેઓ પૈસા પાછા માંગે નહીં.
ચેક આપ્યા અને પછી સ્ટોપ બેલેન્સ
જ્યારે દિનેશ પટેલે પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીએ ચેક આપ્યો હતો, પરંતુ તેને ખાતામાં “સ્ટોપ પેમેન્ટ” કરાવી દીધું હતું. આ સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ મથકે કુલ 4 શખ્સો સામે FIR નોંધવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ આગળ વધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!