ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ હેઠળની 23 વિવિધ જગ્યાઓ માટે નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. હવે વિવિધ પોસ્ટ માટે 100થી 200 માર્કની પરીક્ષા લેવામાં આવશે.
જેમ કે, જુનિયર કલાર્ક અને પંચાયત સેક્રેટરી માટે પ્રથમ પેપર 150 માર્કસનું રહેશે, જ્યારે ગ્રામ સેવક, હેલ્થ વર્કર અને લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર માટે પ્રથમ પેપર 200 માર્કસનું રહેશે. આ સંદર્ભે સંપૂર્ણ માર્ગદર્શિકા સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આ સાથે જ વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ગ-3 માટે પણ નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. વર્ક આસિસ્ટન્ટ માટે 984 અને ટ્રેઝર માટે 245 જગ્યાઓ ખાલી છે.
સરકારનો પરિપત્ર












આ ભરતી માટે ઉમેદવારો 10 જૂન 2025 સુધી ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે પરીક્ષાની ફી SBI E-Pay મારફતે 22 મેથી 10 જૂન 2025 સુધી ભરવાની રહેશે.