બેંક છેતરપીંડી કેસમાં ઇલેક્ટ્રોથર્મની ઓફિસોમાં ઇડીનું સર્ચ
ઇડીએ આ પહેલા પણ સર્ચ ઓપરેશન કરીને 179 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.

ઇડીએ આ પહેલા પણ સર્ચ ઓપરેશન કરીને 179 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.

ઇડીએ આ પહેલા પણ સર્ચ ઓપરેશન કરીને 179 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમીટેડ સહિત અન્ય સામે ચાલી રહેલા બેંકના છેતરપીંડી કેસમાં ઇડીની ટીમોએ અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોઓ દરોડા પાડ્યા છે જેમાં 37 ખાતામાંથી 33 કરોડની રકમ ફ્રીજ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ઇડી દ્વારા આ કાર્યવાહી ચાલી રહી છે.
ઇડીની અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં સર્ચ કરીને પીએમએલએ જોગવાઇ મુજબ બે મર્સિડીઝ કાર જપ્ત કરાઇ હતી. ઉલ્લેખનિય છે કે ઇડીએ આ પહેલા પણ સર્ચ ઓપરેશન કરીને 179 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.
સમગ્ર મામલે ટ્રાયલ કોર્ટમાં ઇલેક્ટ્રોથર્મ ઇ્ડિયા લિમીટેડ અને તેના ડાયરેક્ટરો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. કંપનીના મુકેશ ભંડારી, શેલેશ ભંડારી સહિતના લોકો સામે સીબીઆઇ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. બેંક ઓફ ઇન્ડિયાએ સીબીઆઇમાં ઇલેક્ટ્રોથર્મ અને તેના ડિરેક્ટરો સામે 631.97 કરોડનું કથિત ખોટુ નુકશાન પહોંચાડવાની ફરયાદ કરી હતી.
આ સમગ્ર કૌંભાડની તપાસમાં ઇડી પણ જોતરાઇ છે અને ઇડીએ ગત 11 અને 12 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળો પર સર્ચ ઓપરેશન કરીને 33.67 કરોડ ફ્રીજ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.