Dwarka: ભડકેશ્વર મંદિર પાસેના દરિયામાં ભારે કરંટ!
દરિયામાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળાયા છે. ભડકેશ્વર નજીક દરિયાકાંઠે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે.

13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે

13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.દેવભૂમિ દ્વારકાના ભડકેશ્વરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.દરિયામાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળાયા છે. ભડકેશ્વર નજીક દરિયાકાંઠે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે.ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક ઉછળાયા ઊંચા મોજા જોવા મળ્યા છે.ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળે છે. શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.જોધપુરગેટ,સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગુજરાતના 11 ડેમ એલર્ટ પર
બીજી તરફ રાજ્યના 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ પર રાખાયા છે. 90 ટકાથી વધુ ડેમ ભરાય ત્યારે હાઈ એલર્ટ ગણાય છે.જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે.જેમાં 80 ટકાથી વધુ હોય ત્યારે એલર્ટ લેવલ જાહેર કરાય છે.70 ટકાથી વધુ હોય ત્યારે ડેમમાં વોર્નિંગ જાહેર કરાયા છે. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક જોવા મળી છે.દર કલાકે 15 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળશે.હાલમાં નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર સ્થિર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત