તહેવારો ટાણે સુરતમાં ઝડપાયું 69 લાખનું ડુપ્લીકેટ ઘી
ખોરાક અને ઔષધ નિયમન વિભાગનો સપાટો, બનાવટી ઘી બનાવવાની મોડ્સ ઓપરેન્ડી જોવા મળી

તહેવારો ટાણે સુરતમાં ઝડપાયું 69 લાખનું ડુપ્લીકેટ ઘી

તહેવારો ટાણે સુરતમાં ઝડપાયું 69 લાખનું ડુપ્લીકેટ ઘી
સુરતમાં તહેવારો ટાણે જ 69 લાખનો ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઘી નો મોટો જથ્થો રાજ્યની ખોરાક અને નિયમન તંત્રએ ઝડપી લીધો છે.
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરત દ્વારા ઓલપાડ, સુરતમાં દરોડો પાડીને ઉત્પાદક પેઢી વીર મિલ્ક પ્રોડક્ટસમાંથી ૩ નમુનાઓ તથા આશરે ૫૦૦૦ કીલોગ્રામ ગાયનુ ઘી, ૨૪૦૦ કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનુ ઘી તથા ૧૪૦ કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે ઉપરોક્ત પેઢીની સામે આવેલ પેઢી આર. કે એન્ટરપ્રાઈઝમાંથી કુલ 2 નમુના લેવાયા છે જેમાં ૧૦૨૦૦ કિલોગ્રામ જેટલો વેજ ફેટ અને ૭૦૦૦ કિલોગ્રામ જેટલો ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ઉપરાંત આર. કે એન્ટરપ્રાઈઝ અને વીર મિલ્ક પ્રોડક્ટસ પેઢી એકબીજા સાથે સંકળાયેલ છે તથા આર. કે એન્ટરપ્રાઈઝ ના માલીક રાકેશ ઈશ્વરભાઈ ભરતીયા બન્ને ભાઈ છે તેવુ વીર મિલ્ક પ્રોડક્ટસ ના માલીક ભુપેશ ઈશ્વરભાઈ ભરતીયા એ કબુલ્યુ હતું.આ સાથે વેજ ફેટ, મલેશીયાથી આયાત કરી ને લાવવામાં આવતા ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘી ના એસેન્સ નો ઉપયોગ કરી બનાવટી ઘી બનાવવાની મોડ્સ ઓપરેન્ડી ચાલતી હોવાની જણાઈ આવી હતી. તથા લેબોરેટરી ટેસ્ટીંગમાં ભેળસેળ પકડાય નહિ તે માટે આ કેમીકલ નો ઉપયોગ કરતા હોવાનુ જણાઈ આવ્યું હતું.
કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.