શહેરમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, નાગરિકો પર ફેંકી દારૂની પોટલીઓ
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર નશામાં કાર ચલાવતા યુવાને બાઈકચાલકને ઉડાડ્યો અને નાગરિકો પર દારૂ ફેંકતા હંગામો થયો.

અકસ્માત સર્જનાર યુવક

અકસ્માત સર્જનાર યુવક
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર એક નશામાં ચૂર કારચાલકે અકસ્માત સર્જતા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અકસ્માત બાદ કારચાલકે બાઈકચાલક સાથે મારઝૂડા કરી હતા અને લોકો ભેગા થતાં વધુ હંગામો થયો હતો. નાગરિકોએ શોરમચાવતાં કાર ચાલક નશાની હાલતમાં હોવાની માહિતી સામે આવી હતી.
કારની તલાશી લેવામાં આવતા તેમાં દેશી દારૂની અનેક પોટલીઓ મળી આવી હતી. નશામાં ચૂર યુવકે નાગરિકો તરફ દારૂની પોટલીઓ ફેંકી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં જ નશેડી યુવકને કાબૂમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!