સોલા સિવિલમાં ડૉક્ટરની દાદાગીરી: તુમાખીથી જવાબ
તાવ-શ્વાસની તકલીફ છતાં ડૉક્ટરે દર્દી સાથે હાથચાલાકી કરી, કહ્યું: જ્યાં જવું હોય ત્યાં જાઓ.

સોલા સિવિલમાં ડૉક્ટરની દાદાગીરી

સોલા સિવિલમાં ડૉક્ટરની દાદાગીરી
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારી અને ગેરવર્તણૂકનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતા એક રેસિડેન્ટ મહિલા ડૉક્ટરે તાવ અને શ્વાસની તકલીફ સાથે આવેલી નાની બાળકીની સારવાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડૉક્ટરની દાદાગીરી સ્પષ્ટ દેખાય છે.
સમયસર ડૉક્ટર હાજર ન હોવાથી થઈ તકરાર
અજય ચાવડા નામના એક વ્યક્તિ ગઈકાલે (26 ઓક્ટોબર) રાત્રે લગભગ 9 વાગ્યે તેમની ભત્રીજીને લઈને સોલા સિવિલ આવ્યા હતા. બાળકીને બે દિવસથી તાવ હતો અને કફના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અજય ચાવડાના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ પીડિયાટ્રિક વિભાગમાં પહોંચ્યા, ત્યારે ફરજ પરના ડૉક્ટર હાજર નહોતા.
થોડીવાર રાહ જોયા બાદ જ્યારે મહિલા ડૉક્ટર આવ્યા, ત્યારે તેમણે થર્મોમીટર લગાવવાની પદ્ધતિને લઈને દર્દીના સગા સાથે ઊંચા અવાજે વાત કરવાનું શરૂ કર્યું. અજયના ભાઈએ સ્પષ્ટતા કરી કે થર્મોમીટર સ્ટાફ દ્વારા જ લગાવવામાં આવ્યું છે, પરંતુ ડૉક્ટરે તેમની વાત માનવાનો ઇન્કાર કરીને ઊંચા અવાજે ધમકાવતા કહ્યું, "તારી છોકરી છે તો તને ખબર ન પડે મૂકવાની?"
વીડિયો ઉતારતા પરિવાર સાથે હાથચાલાકી
ડૉક્ટરના ગેરવર્તણૂકભર્યા વલણને કારણે અજય ચાવડાએ જ્યારે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું, ત્યારે મહિલા ડૉક્ટરે ગુસ્સામાં આવીને તેમનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો અને હાથચાલાકી કરી હતી. અજયે આક્ષેપ કર્યો છે કે ડૉક્ટરના હાથ મારવાથી તેમને હાથ પર અને તેમના ભાઈને પેટ પર પણ વાગ્યું હતું.
સમગ્ર વિવાદ બાદ ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, એટલે હું ટ્રીટમેન્ટ નહીં કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ચીફ મિનિસ્ટર પાસે જવું હોય તો પણ જાઓ." આ ગંભીર નિવેદન બાદ પરિવારે CMO (ચીફ મેડિકલ ઓફિસર)નો સંપર્ક કર્યો. CMOની દરમિયાનગીરી અને સમજાવટ બાદ, ડૉક્ટરે વીડિયો ડિલીટ કરાવવાની શરતે બાળકીની સારવાર શરૂ કરી હતી.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબની દાદાગીરી
— Benefit News 24 (@BenefitNews24) October 27, 2025
દીકરીની સારવાર માટે આવેલા યુવકી સાથે હાથચાલાકીનો આરોપ
સારવાર કરવાનો કર્યો ઇન્કાર, ઘટનાનો વીડિયો થયો વાયરલ #Ahmedabad #SolaCivil #GujaratNews #viralvideo #HospitalIssue@CMOGuj @AhmedabadPolice @GujHealthDept pic.twitter.com/qRXf3zq4Tf
આ મામલે સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. દેવાંગ શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો અને સ્ટાફની આ પ્રકારની તુમાખી દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહી છે, જેના પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!