દીકરીના ગૌરીવ્રતના જવેરા પધરાવવા જતા ડૉક્ટર પિતાનો પગ લપસ્યો,નદીમાં ડૂબી જવાથી મોત!
દીકરીની બૂમ સાંભળીને એક રીક્ષા ચાલક તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો

CPR સહિતની મેડીકલ ટ્રીટમેન્ટ આપ્યા છતાં પણ તેમનો જીવ બચાવી ન શક્ય હતા

CPR સહિતની મેડીકલ ટ્રીટમેન્ટ આપ્યા છતાં પણ તેમનો જીવ બચાવી ન શક્ય હતા
ગાંધીનગરમાં ચોકાવનારી ઘટના બની છે. જેમાં દીકરીના ગૌરી વ્રતના જવેરા પધરાવવા ગયેલા ડોકટરનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પિતાને ડૂબતા જોઈ દીકરીએ બુમાબુમ કરી હતી. દીકરીની બૂમ સાંભળીને એક રીક્ષા ચાલક તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નદીના ઘસમસતા પ્રવાહથી બહાર આવે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટના શું હતી ?
માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ.નિરવ બ્રહ્મભટ્ટ શનિવારે પત્ની ડૉ.કોશા બ્રહ્મભટ્ટ અને દીકરી ધ્વીજા સાથે અડાલજ નર્મદા કેનાલમાં જવેરા પધરાવી રહ્યા હતા. આ દરમિયાન કેનાલ પાસેથી એકા એક તેમનો પગ લપસી ગયો હતો. ડૉ. નિરવ નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીનો પ્રવાહ વધારે હોવાના કારણે તેઓ નદીમાં તણાવા લાગ્યા હતા. સમગ્ર ઘટના જોઈને તેમની દીકરી ગભરાઈ ગયી હતી. અને જોર જોરથી બુમો પાડવા લાગી હતી. માતા અને દીકરીની બુમો સાંભળીને એક રીક્ષા ચાલક ત્યાં દોડી ને આવ્યો અને ડોક્ટરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.ભારે જહેમત બાદ તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે નજીકની અડાલજ સીએચસી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં હાજર તબીબે તેમને મૃતદેહ જાહેર કર્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી :
સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. બાદમાં ડૉકટરને અડલજ સીએસી સેન્ટર લઈ જવામાં આવ્યો. જો કે, CPR સહિતની મેડીકલ ટ્રીટમેન્ટ આપ્યા છતાં પણ તેમનો જીવ બચાવી ન શક્ય હતા. ત્યાર બાદ પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!