મને પપ્પા વિના નહિ ગમે... 6 વર્ષની દીકરીનું કરૂણ રુદન
અડાલજ પાસે ગોરાના ઝવેરા પધરાવવા ગયેલા ડૉ. નીરવva પગ લપસતાં ડૂબી ગયા, 6 વર્ષની દીકરીના રડવાથી સમગ્ર વાતાવરણ શોકમય બન્યું

મૃતક પિતા

મૃતક પિતા
ગાંધીનગરના અડાલજ પાસે નર્મદા કેનાલમાં ગોરાના ઝવેરા પધરાવવા ગયેલા પીડિયાટ્રિક ડૉક્ટર નીરવકુમાર બ્રહ્મભટ્ટ ડૂબી જતા તેમનું દુઃખદ અવસાન થયું. તેઓ પોતાની 6 વર્ષની દીકરી દ્વીજાને સાથે લઈને કેનાલ સુધી ગયા હતા, જ્યાં પિતાને સામે ડૂબતાં જોઈ દીકરી રડતી થઈ ગઈ અને એની પોકારથી આખું વાતાવરણ ભાવાત્મક થઈ ગયું હતું.
ડૉ. નીરવ ચરાડા ગામના CHC કેન્દ્રમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે તેમણે દીકરીને ગોરાના ઝવેરા પધરાવવા અડાલજની નર્મદા કેનાલ સુધી એક્ટિવા પર લઈ ગયા હતા. દીકરીને કેનાલની બહાર ઉભી રાખી તેઓ જવેરા પધરાવવા માટે કેનાલમાં ઊતર્યા હતા. પણ દુર્ભાગ્યે પગ લપસી જતાં તેઓનો કેનાલમાં ગરકાવ થઈ ગયો અને પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
દૃશ્ય જોઈ દીકરીનો રડવાનો અવાજ આખા વિસ્તારમાં સંવેદનાનો તરંગ ફેલાવતો હતો. વીડિયોમાં બાળકી કહે છે કે, "મારા પપ્પા જવેરા પધરાવવા ગયા હતા ને અંદર જતા રહ્યા, પપ્પાનો ફોન અંદર છે, મને નહિ ગમે પપ્પા વિના..." – જેના કારણે બધા હાજર લોકો ભાવુક થઈ ગયા હતા.
ઘટના સ્થળે હાજર રિક્ષાવાળાએ દીકરીને રડતી જોઈ તરત રાહત માટે કૂદી પડયો અને અન્ય લોકોએ પણ મદદ કરી. આખરે ભારે જહેમત બાદ ડૉ. નીરવને બહાર કાઢી અડાલજ CHC લઇ જવાયા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. મૃતક ડૉ. નીરવના પત્ની ડૉ. કોશા બ્રહ્મભટ્ટ પણ મેડિકલ ઓફિસર છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. અડાલજ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!