કૃષિ પર આફત: 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન
કૃષિ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ 1.93 હેક્ટર જમીનમાં પાકને નુકસાન

88 હજાર હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાનઃ કેરી, કેળા, તલ, બાજરીના પાકને અસર

88 હજાર હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાનઃ કેરી, કેળા, તલ, બાજરીના પાકને અસર
રાજ્યમાં છેલ્લા સપ્તાહ દરમિયાન પડેલા કમોસમી વરસાદથી કૃષિ પાકોને ભારે નુકસાન થયુ છે. કૃષિ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 1.93 હેક્ટર જમીનમાં કૃષિ પાકોને નુકસાન થયુ છે. જેમાં સૌથી વધુ 88 હજાર હેક્ટર બાગાયતી પાકોને નુકસાન થયુ છે. કેરી, કેળાં, તલ અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થતાં રાજ્ય સરકારે જિલ્લાના તંત્રને સરવે કરી પ્રાથમિક રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.
રાજ્યમાં 5 મેથી કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે. બાદમા અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતાં અન્ય કૃષિ પાકોને પણ નુકસાન થયુ છે. ભારે વરસાદના કારણે કૃષિ પાકોને નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તેથી ખેડૂતોએ સહાય આપવા માગ કરી છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. નવસારી, વલસાડ, સુરત, રાજકોટ, અમરેલી, આણંદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. કેરીનો પાક લેવાના સમયે કમોસમી વરસાદ આવતાં કેરી ખરી પડતાં ખેડૂતોની સિઝન નિષ્ફળ ગઈ છે. તેમાં ફંગલ ઈન્સપેક્સન અને માવઠાંના કારણે કેરી પડી જવાથી ભારે નુકશાન થયું છે.
બીજી તરફ વરસાદના પગલે દૂધિયા પાકો ઉનાળુ બાજરી, તલના પાકને પણ અસર થઈ છે. પાણી ભરાઈ જવાના કારણે પાક કોહવાઈ ગયા છે. ઘણી જગ્યાએ તો ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક અસરથી સરવે કરી સહાય આપવા રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે.
કૃષિ વિભાગ દ્વારા પ્રાથમિક સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતોને આધારે સરકાર દ્વારા એસડીઆરએફનાં ધોરણો અનુસાર સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. કૃષિ મંત્રીએ જિલ્લાના અધિકારીઓને સરવે કરી પ્રાથમિક રિપોર્ટ આપવા સૂચના આપી છે.
ખેડૂત સંગઠનોના કહેવા પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા સરવેમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ તાત્કાલિક સરવે કરી પારદર્શક અને વાજબી સહાય જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?