સુરતમાં શિક્ષણમંત્રીના કાર્યાલય બહાર જ ગંદકી
સુરત શહેરમાં દિવસેને દિવસે મચ્છરજન્ય રોગો વધતા જોવા મળી રહ્યા છે

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના કાર્યાલય બહાર

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના કાર્યાલય બહાર
સુરત શહેરમાં દિવસેને દિવસે મચ્છરજન્ય રોગો વધતા જોવા મળી રહ્યા છે. મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગને સક્રિય કરવામાં આવ્યો છે. હોસ્પિટલ અને બાંધકામ જેવી જગ્યા પર સર્વે કરીને મચ્છરજન્ય બ્રિડિંગ સ્પોટને શોધવાનું લાખો રૂપિયાનું દંડ ફટકારવાની નોટિસ પાઠવામાં આવી છે. આ આક્રમક કામગીરી દરમિયાન રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના સુરત ખાતે આવેલું કાર્યાલય બહાર ગંદગીના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળી રહ્યા છે. આ વિડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ ઘણા બધા લોકોના મનમાં સવાલો પણ થયા છે.
મંત્રીના કાર્યાલય બહાર જ ઉબદ-ખાબડ રસ્તા ઉપરાંત ગંદા પાણી ભરાયેલા હોય તેવું વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. હાલ કામરેજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાના સુરત સ્થિત કાર્યાલયનું બોર્ડ પણ દેખાય છે. તેની આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. રસ્તા પર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યા ગંદા પાણીના ખાબોચિયાં ભરેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. લોકોએ સવાલ કર્યો છે. કે "આ ગંદકીમાં મચ્છરો નહીં થતાં હોય ?"
સરકારની ટકોર મંત્રીઓને લાગુ પડતી નથી?" લોકોનું સરકાર સામે રોષ ઉભરાતો જોવા મળે છે :
ગુજરાત સરકાર એક તરફ લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવે છે. બીજી તરફ સુરતીઓને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા માટેની ટકોર કરે છે. પરંતુ આ વાયરલ વિડિયોથી એવું જાણવા મળે છે. કે સરકારની આ ટકોર મંત્રીઓ કે અન્ય નેતાઓને અસર પડતી નથી. પાલિકા તંત્ર છેલ્લા ત્રણ-ચાર દિવસથી મચ્છરની ઉત્પતિ રોકવા માટે કામગીરી કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ મચ્છરના બ્રિડિંગ કે ગંદકી જોવા મળે તો નોટિસ આપવા સાથે દંડ પણ વસૂલવામાં આવશે. પાલિકા તંત્રની આ કામગીરીથી ગંદકી રાખનારાઓમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ સફાઈ અભિયાન હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં લોકો સવાલ કરી રહ્યા છે. "સ્વચ્છતાની જવાબદારી માત્ર સુરતીઓની નથી સરકારની પણ આમાં જવાબદારી બને છે. સરકારના મંત્રીના કાર્યાલય બહાર જ આટલી ગંદકી હોય તો આવી ગંદકી માટે કોઈ નોટિસ આપવામાં આવશે ખરી?" આવા લોકો સવાલ કરી રહ્યા છે. સરકારને આ ઘટના બાદ પાલિકાની સ્વચ્છતા ઝુંબેશની સમાનતા અને રાજકીય હસ્તક્ષેપ અંગે પ્રશ્નો ઉભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!