ધોલેરા લઠ્ઠાકાંડમાં 3 ના મોત, શક્તિસિંહનો આક્ષેપ, પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ
4 થી 5 લોકો ગંભીર અને હજુ 10 થી 12 લોકો સારવાર હેઠળ છે.

ધોલેરા લઠ્ઠાકાંડમાં 3ના મોત

ધોલેરા લઠ્ઠાકાંડમાં 3ના મોત
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ધોલેરામાં 3 લોકોના શંકાસ્પદ મોત બાદ લઠ્ઠાકાંડની આશંકા સર્જાઇ છે. 20થી વધુ લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે પોલીસ પર દબાણનો આક્ષેપ કર્યો છે .
મળતી માહિતી પ્રમાણે ધોલેરામાં 3 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. 4 થી 5 લોકો ગંભીર અને હજુ 10 થી 12 લોકો સારવાર હેઠળ છે. આ બનાવને પગલે 20થી વધુ લોકોના સેમ્પલ તપાસ માટે લેવાયા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટર પર આ મુદ્દે પોસ્ટ શેર કરીને ગંભીર ચર્ચા ઉભી કરી છે.
ટ્ટીટર પર પોસ્ટ શેર કરી છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો અને મજૂરોના મોત થયા છે. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવી દેવાની કોશિશિ થઇ રહી છે. તેવા કેટલાંક ફોન મારાં પર આવેલાં છે. મુખ્યમંત્રીને તેમણે યોગ્ય તપાસ કરાવવા કહ્યું જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઇ ગરીબના મોત ન થાય.
અહેવાલો અનુસાર બે મૃતકોએ જ્યાંથી દારુ લીધો હતો. ત્યાંથી અન્ય લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ આ બનાવને લઇને પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!