Accident : ધોલેરા-ભાવનગર હાઈવે બન્યો મોતનો માર્ગ, 13 દિવસમાં 9 જીવ હોમાયા!
ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં હ્યુન્ડાઈ વરના અને મારુતિ એસ-ક્રોસ કાર વચ્ચે થયેલી...

કાળમુખો હાઈવે...

કાળમુખો હાઈવે...
ભાવનગર-ધોલેરા હાઈવે પર સાંઢીડા ગામ નજીક ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો છે. આજે વહેલી સવારે થયેલા આ ભયાનક અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ ઘટનાએ હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે માત્ર 13 દિવસ પહેલાં જ આજ સ્થળે 5 લોકોના મોત થયા હતા.
અકસ્માતની વિગતો...
પ્રાપ્ત માહિતી અનુસાર, સાંઢીડા ગામ પાસે એક હ્યુન્ડાઈ વરના કાર અને એક મારુતિ એસ-ક્રોસ કાર વચ્ચે ભારે ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માત (Accident)માં ઘટનાસ્થળે જ 4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકોની ઓળખ...
મૃતકોમાં મૂળ કમળેજ ગામના અને હાલ અમદાવાદ રહેતા મારુ પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે:
મિહિર પંકજભાઈ મારુ
શ્યામબેન કેશુભાઈ મારુ
ગીતાબેન પંકજભાઈ મારુ આ ઉપરાંત, એક અજાણ્યા યુવકનું પણ આ અકસ્માત (Accident)માં મોત થયું છે, જેની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાઈવે પર મોતનો સીલસીલો...
આ હાઈવે પર અકસ્માતો (Accident)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માત્ર 13 દિવસ પહેલાં, આ જ સાંઢીડા ગામ નજીક વધુ એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો, જેમાં 5 લોકોના મોત થયા હતા. આમ, ટૂંકાગાળામાં આ હાઈવે પર થયેલા બે મોટા અકસ્માતો (Accident)માં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે તંત્ર માટે ગંભીર ચેતવણીરૂપ છે.
પોલીસ કાર્યવાહી...
ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે ગુનો નોંધી અકસ્માત (Accident) કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વાહનચાલકોની બેદરકારી કે રોડની ખામી, કયા કારણોસર આવા જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?