સુરતમાં DGVCL લાવ્યું આધુનિક કેબલ એક્સ-રે મશીન, હવે પાવરકટની સમસ્યાથી મળશે છૂટકારો
DGVCLએ સુરતમાં 17 અતિ આધુનિક જર્મન ટેકનોલોજીથી સજ્જ વાન ખરીદી છે, જે અંડરગ્રાઉન્ડ વાયરીંગમાં તાત્કાલિક ફોલ્ટ શોધવામાં આવશે.

આધુનિક કેબલ એક્સ-રે મશીન

આધુનિક કેબલ એક્સ-રે મશીન
સુરતમાં હવે વીજ ફોલ્ટને તાત્કાલિક ઓળખી શકાય એવી અતિ આધુનિક ટેકનોલોજી અમલમાં આવી છે. DGVCL (Dakshin Gujarat Vij Company Ltd.) એ રૂપિયા 1.82 કરોડની કિંમતની 17 વાન ખરીદી છે, જે જર્મન ટેકનોલોજીથી સજ્જ છે અને અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં થયેલા ફોલ્ટને ચોકસાઈથી શોધી શકે છે.
આ મશીનને કેમ કહે છે 'કેબલ એક્સ-રે'
આ નવીન મશીન ફોલ્ટને શોધવા માટે વાયરમાં કરંટ મોકલે છે અને ફોલ્ટ ક્યાં અટકી રહ્યો હોય તે સચોટ રીતે દર્શાવે છે. ફોલ્ટ ક્યા સ્થળે છે અને કેટલી ઊંડાણે છે તેની પણ ચોક્કસ માહિતી આપે છે. એટલે તેને કેબલ એક્સ-રે મશીન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
DGVCLના વધુ વાંચક ફાયદા
નોંધનીય છે કે, સુરતમાં હાલ DGVCLનું 20,000 કિલોમીટરથી વધુનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે. આ મશીનો સમય અને ખર્ચ બન્ને બચાવશે. ગ્રાહકોને હવે કલાકો સુધી વીજ વગર રહેવું પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ એક મોટી ટેક્નોલોજીકલ ઉપલબ્ધિ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?