ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી બાબતે રજૂઆત માટે આવેલાં ઉમેદવારોની અટકાયત
CBRT નોર્મલાઈઝેશન પદ્ધતિ રદ કરવા ઉમેદવારોની માગ

Detention of candidates

Detention of candidates
ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા બાબતે રજૂઆત માટે ગાંધીનગર પહોંચેલાં ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. પથિકાશ્રમ પાસે એકઠાં થયેલા ઉમેદવારો આગળનો કાર્યક્રમ જાહેર કરે તે પહેલા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી હતી.
અઢી વર્ષથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલાં ઉમેદવારોએ બે હાથ જોડી માગણી સ્વીકારવા સરકારને અપીલ કરી હતી. મહેકમ મુજબ ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા ઉમેદવારોએ માગ કરી છે.
વન વિભાગ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી માટે 8 થી 27 ફેબ્રુઆરી 2024 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. 823 જગ્યા માટે 8 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
CBRT નોર્મલાઈઝેશન પદ્ધતિના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. બે મહિના અગાઉ રજૂઆત કરવા છતાં ઉકેલ નહી આવતા ફરીથી પડતર માગણીને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા.
પથિકાશ્રમ પાસે અન્ય કાર્યક્રમ આપે તે પહેલાં પોલીસે 100 જેટલાં ઉમેદવારોની અટકાયત કરી હતી. પોલીસે ડીટેઈન કરવાનો પ્રયાસ કરતા પોલીસકર્મીઓ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ઉમેદવારોની ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બેસોડીને લઈ ગઈ હતી.
ઉમેદવારોએ કહ્યું કે, મહેકમ મુજબ 500 થી 700 જગ્યા ખાલી પડી છે. સરકારને વિનંતી છે કે હાલની ભરતીમાં જે તે જગ્યા ઉમેરી દેવામાં આવે. તેથી જે ઉમેદવારોને અન્યાય થયો છે તેને લાભ મળે.
તેમણે ઉમેર્યુ કે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને અઢીથી ત્રણ વર્ષ થઈ ગયા છતાં પારદર્શકતા સાથે ભરતી થઈ નથી. ગોપનીયતાના નામે રિઝલ્ટમાં માર્ક જાહેર કરવામાં આવતા નથી. અન્ય પરીક્ષાઓના માર્ક જાહેર કેમ કરાય છે? CBRT પદ્ધતિના કારણે ખરાબ પરિણામ આવ્યું છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર (સિવિલ), ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CBRT( કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) પદ્ધતિથી લેવાઈ છે. ભૂતકાળમાં આ પદ્ધતિને લઈ ઉમેદવારોએ નારાજગી વ્યકત કરી પદ્ધતિ રદ કરવાની માગ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?