સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન
પત્નીઓએ ખોટા કેસ કર્યાના આક્ષેપ સાથે પુરુષ આયોગ બનાવવાની માગ

'મર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે

'મર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે
બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ, મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે, મર્દ ATM નથી.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું કારણ હતું કે, બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેની પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ. આ સંદર્ભે, કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને આ ઘટના બની હોવાની ચર્ચા છે.
સુરતના પત્ની પીડિત ચિરાગ ભાટિયાએ જણાવ્યું હતું કે, અતુલ સુભાષે બનાવટી કેસના કારણે આત્મહત્યા કરી છે. તે અંગે અમે વિરોધ કરી રહ્યા છીએ. અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. ઘણી મહિલાઓ પુરૂષો પર ખોટા કેસ દાખલ કરી રહી છે. જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો, તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી. પુરુષો માટે એક પુરુષ આયોગ બનાવવું જોઈએ જેથી પુરુષોને ન્યાય મળે. વધુમાં જણાવ્યું હતું કે, અહીં તમામ પીડિતો પર પત્નીઓએ ખોટા કેસ કર્યા છે. અમે કોર્ટના દબાણનો સામનો કરી રહ્યા છીએ. જ્યાં આપણી ભૂલ નથી ત્યાં પણ આપણે કોર્ટમાં સાબિત કરવું પડે છે કે અમારી સાથે કંઈક ખોટું થયું છે. અમે ભરણપોષણ ચૂકવીએ છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી. અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે જે ગેરકાયદેસર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.