અમદાવાદમાં ગેરકાયદે 6 માળની બિલ્ડીંગનું ડિમોલિશન
ગાયકવાડ હવેલી વિસ્તારમાં પરવાનગી વગર 6 માળના ફ્લેટ બનાવી દેવામાં આવ્યા હતા

બિલ્ડીંગ સીલ કરી 5 વખત નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખનાર બિલ્ડર સામે ફરિયાદ

બિલ્ડીંગ સીલ કરી 5 વખત નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખનાર બિલ્ડર સામે ફરિયાદ
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં મંજૂરી વગર ચણી દેવાયેલી ગેરકાયદે બિલ્ડીંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જમાલપુરના બિલ્ડર માફિયા તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલકાદરે ગેરકાયદે 6 માળની બિલ્ડીંગ બનાવી દીધી હતી. એએમસીએ બિલ્ડીંગ સીલ કરીને 6 વખત નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
એએમસીએ ગેરકાયદે બિલ્ડીંગનું બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરીને બિલ્ડીંગ માફિયા તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલ કાદર સામે ફરિયાદ નોંધાવી છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને આરોપી વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.
જમાલપુરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023માં ગેરકાયદે 6 માળના રહેણાંક ફલેટ બનાવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ગેરકાયદે બિલ્ડીંગને સીલ મારી ગેરકાયદે બાંધકામ દૂર કરવા 6 વખત નોટિસ આપી હતી. તેમ છતાં બિલ્ડરે બાંધકામ દૂર નહી કરીને કામગીરી ચાલુ રાખી હતી. AMCએ ગાયકવાડ હવેલી પોલીસના બંદોબસ્ત સાથે 5 હજાર 900 ચોરસ મીટર બાંધકામ તોડી પાડ્યું હતું.
પરવાનગી વગર બાંધકામ કરનાર જમાલપુરના બિલ્ડર માફિયા તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલ કાદર સામે એએમસીએ ફરિયાદ આપતાં ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, AMCની પરવાનગી વગર 6 માળના ફ્લેટ બનાવી દીધા છે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેરીટેજ વિસ્તારમાં આવતો હોવાથી 3 માળથી વધુના બાંધકામની પરવાનગી મોન્યુમેન્ટ એક્ટ હેઠળ દિલ્હીથી લેવાની હોય છે. તેમ છતાં બંને સંસ્થાઓની મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?