મહેસાણાથી પ્રયાગરાજ કુંભમેળા જતી ટ્રેનોની ટ્રીપ અને કોચ વધારવા ભાજપ સાંસદની માંગ
કેન્દ્રીય રેલવે મંત્રીને મહેસાણાના સાંસદ હરી પટેલે કરી રજૂઆત

કુંભમેળા જતી ટ્રેનોની ટ્રીપ વધારવા માંગ

કુંભમેળા જતી ટ્રેનોની ટ્રીપ વધારવા માંગ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થયો છે. જેમાં દેશ વિદેશની સાથે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગુજરાતના યાત્રાળુઓ પ્રયાગરાજ પહોંચી શકે તે માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ વાયા મહેસાણા થઈને પ્રયાગરાજ કુંભમેળા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ ટ્રેનોની ટ્રીપ અને કોચ વધારવા મહેસાણાના સાંસદ હરી પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરી છે.
મહેસાણાના સાંસદ હરી પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના લોકો માટે રેલવે તરફથી કુંભમેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રયાગરાજ જતી તમામ ટ્રેનોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ યાત્રીઓની સરખામણીએ ટ્રેનોની ટ્રીપ પૂરતી નથી. જ્યારે આ ટ્રેનોમાં કોચની સંખ્યા પણ પૂરતી નથી. પરિણામે તમામ ટ્રેનો હાઉસફૂલ જઈ રહી છે. જેના કારણે સેંકડો લોકોને ટ્રેન મારફત પ્રયાગરાજ પહોંચવામાં અનેક તકલીફો પડી રહી છે.
સાંસદે વધુમાં જણાવ્યુ છે કે હાલમાં અમદાવાદ–મહેસાણા થઈને પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોની ટ્રીપ વધારવામાં આવે તો મુસાફરોની તકલીફ ઓછી થાય તેમ છે. જ્યારે જે ટ્રેનો આ રૂટ પર દોડી રહી છે તેમાં કોચની સંખ્યા પણ વધારવામાં આવે. તેના કારણે શ્રદ્ધાળુઓ કુંભમેળામાં સમયસર પહોંચી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.