આજે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજનનો થશે ફેંસલો..?
જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા

જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા

જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા
બનાસકાંઠા જિલ્લાનું 2 જિલ્લામાં વિભાજન થયા બાદ સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ શરુ થયો છે.છેલ્લા 22 દિવસથી વિવિધ તાલુકા મથકો પર લોકો વિરોધ કરી રહ્યા છે. કેટલાક સ્થળોએ જાહેરસભાઓનું પણ આયોજન કરાયું હતું. ગઇ કાલે ધાનેરા બંધનું એલાન અપાયું હતું અને ધાનેરામાં જન આક્રોષ સભા પણ યોજાઇ હતી. હવે આ બાબતે આજે કેબિનેટમાં ફેરવિચારણા માટે ચર્ચા થાય તેવી શક્યતા સુત્રો દ્વારા વ્યક્ત કરાઇ છે.
ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે.ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાઈ હતી જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધાનેરા નાં વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ કોંગ્રેસ નાં પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિત નાં આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા
મંગળવારે ધાનેરા ખાતે યોજાયેલી આ જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના મામલે યોજાયેલી જન આક્રોશ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ પહોંચ્યા હતા અને તેમને જન આક્રોશ સભા સંબોધતા કહ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસન થી પાલનપુર સાથે જોડાયેલી આને તોડી અલગ કરવાનુ કોઇ દુસાહસ કરવાનુ કામ કર્યું છે.સરકાર ને ગેર માર્ગે દોરી વિભાજન થયુ છે. વિભાજન માં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય અને જુના જિલ્લામાં વધારે તાલુકા હોય ત્યારે નવા થરાદ વાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેર માર્ગે દોરી છે.આ વાત સરકારના ધ્યાને આવી છે . ધાનેરાના સામાજીક આર્થિક, આરોગ્ય અને શિક્ષણ લક્ષી તાણા વાણા પાલનપુરથી જોડાયેલા તેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે.
આ જન આક્રોશ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા આ જન આક્રોશ સભામાં નિવેદન આપતા કહ્યું હતું કે ધાનેરાના લોકો સરકારના નિર્ણય થી દુઃખી છે. સરકારે ફેરવિચારણા કરવી જોઈએ ધાનેરાના લોકો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે શિક્ષણની વાત હોય ધંધા રોજગાર ની વાત હોય તમામ વ્યવહારો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે ત્યારે ધાનેરાને જો થરાદ જિલ્લામાં મૂકવામાં આવે તો તમામ લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે ત્યારે આ બાબતે સરકારે લોકોને વાત સાંભળવી જોઈએ અને ધાનેરાને જેમ બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી છે ત્યાં ફરી મૂકવામાં આવે તેવી માંગ કરીએ છીએ..
ધાનેરામાં જન આક્રોશ સભાને લઈ ધાનેરા બંધ નું એલાન કરાયું હતું.જેમાં ધાનેરા બજાર બંધ રહ્યું હતું.ધાનેરા ને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ થઈ રહ્યો છે.જે વિરોધને લઇ આજે તમામ વેપારી એસોસિયનએ જન આક્રોશ સભાને સમર્થન આપ્યું હતું.બહાર નાં વેપારીઓ એ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા સવાર થી જ ધાનેરાની બજારમાં આવેલી દુકાનો બંધ જોવા મળી હતી જોકે હાઇવે વિસ્તાર માં બજારો ખુલ્લી પણ જોવા મળી હતી..છેલ્લા વીસ દિવસ થી ધાનેરા વિસ્તારના લોકો બનાસકાંઠા જિલ્લા માં સમાવેશ યથાવત રાખવા માટે ની માંગ કરી રહ્યા છે..લોકો ને થરાદ વાવ જિલ્લા માં જવું નથી ત્યારે આ માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક આગેવાનો તેમજ લોકો ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તેમનું કહ્યું છે કે વર્ષોથી અમે ધાનેરા તાલુકો પાલનપુર સાથે જોડાયેલો છે અનેક પારાવારિક વ્યવહારો શિક્ષણના વ્યવહારો તેમજ જનતા રોજગારના વ્યવહારો પણ પાલનપુર સાથે જોડાયેલા છે ત્યારે ધાનેરા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેને લઈને માંગ કરી રહ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.