ચાંગોદર ઓવરબ્રિજ પર બસનું ટાયર પડતા મોત
ચાલુ બસનું ટાયર નીકળીને સર્વિસ રોડ પર પડતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

ચાંગોદર અકસ્માત મોત

ચાંગોદર અકસ્માત મોત
અમદાવાદના ચાંગોદરમાં હચમચાવી દેતી દુર્ઘટના :
અમદાવાદના ચાંગોદરમાં આજે એક કમકમાટીભર્યો અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. ચાંગોદર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની સ્ટાફ બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડ્યું હતું. આ અણધારી દુર્ઘટનામાં નીચેથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ફિલ્મી દ્રશ્યો જેવો ગંભીર અકસ્માત :
પ્રાપ્ત માહિતી મુજબ, ઓવરબ્રિજ પરથી 'યુનિસન ફાર્મા' કંપનીની સ્ટાફ બસ પસાર થઈ રહી હતી. તે જ સમયે ચાલુ બસનું એક તોતિંગ ટાયર અચાનક નીકળી ગયું હતું. આ ટાયર બ્રિજ પરથી છૂટું પડીને સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું.
કમનસીબીની વાત એ છે કે, તે જ ક્ષણે ધોળકા તાલુકાના બદરખા ગામના રહેવાસી ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા બાઇક લઈને સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ કાળમુખું ટાયર સીધું તેમના પર પડતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ભીખાભાઈ ઝાલાની આ અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાને પગલે ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જાણ થતાં જ ચાંગોદર ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે બસના માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?