થલતેજ પાસે ઊભેલી ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત
ડ્રાઇવરની બેદરકારી પ્રાથમિક કારણ, ટ્રક રોડની બાજુમાં બંધ હાલતમાં, CCTV ફૂટેજની ચકાસણી શરૂ

ઊભેલી ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત

ઊભેલી ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત
અમદાવાદના SG હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. થલતેજ અંડરપાસ નજીક રોડની બાજુમાં ઊભેલી એક આઇસર ટ્રક સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કિયા કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો.
પૂરઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત
વહેલી સવારે લગભગ 5:30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર, રાત્રે આઇસર ટ્રક બંધ થઈ જતાં તેના ડ્રાઇવરે તેને હાઇવેની બાજુમાં પાર્ક કરી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી કિયા કારચાલકે કાબૂ ગુમાવતા કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર રીતે ટકરાઈ હતી.
આ ગંભીર ટક્કરના કારણે કાર ચલાવી રહેલા આર્યન બત્રા નામક 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કિયા કારના ચૂરે ચૂરા થયેલા જોવા મળ્યા હતા ઉપરાંત કારનું સ્ટેરીંગ વ્હીલ પણ છૂટું પડી ગયું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
#Ahmedabad: થલતેજ અંડરપાસમાં આઇસર સાથે કારે સર્જ્યો અકસ્માત
— Benefit News 24 (@BenefitNews24) November 8, 2025
રાત્રે આઇસર બંધ થતા ડ્રાઈવરે હાઈવે બાજુમાં પાર્ક કર્યો હતો ટ્રક
કિયા કારમાં આર્યન બત્રા નામક યુવક બે યુવતીઓ સાથે હતો સવાર
હાઇવે ઉપર ઊભા રહેલ ટ્રકમાં પાછળથી આવતી કારે મારી હતી ટક્કર
ટક્કર વાગતા કારચાલક આર્યનનું… https://t.co/R3okzVEJNl pic.twitter.com/F0lVpNJKjC
પોલીસે તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતીમાં ડ્રાઇવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.
પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે બ્રિજ પાસે લાગેલા CCTV ફૂટેજ પણ તપાસ માટે લીધા છે. પોલીસ કારમાં સવાર અન્ય ઇજાગ્રસ્ત લોકોની પણ પૂછપરછ કરીને ઘટનાક્રમની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ગમખ્વાર અકસ્માત ફરી એકવાર એસજી હાઇવે પર વધુ પડતી ગતિ અને બેદરકારીથી વાહન ચલાવવાના જોખમને દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?