બનાસકાંઠામાં આભ ફાટ્યું: વડગામમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર
અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ગતમોડી રાતથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. સાર્વત્રિક મુશળાધાર વરસાદ શરૂ થયો હતો.જેમાં જિલ્લાભરમાં છેલ્લા 39 કલાકના સમયગાળામાં સૌથી વધુ વડગામ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ ઉપરાંત પાલનપુર,વડગામ,દાંતીવાડા,ધાનેરા,અમીરગઢ,દિયોદર,લાખણી,કાંકરેજ,ભાભર સહીતના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાવો હતો. ધોધમાર વરસાદ પડતાં પાલનપુર આબુરોડ હાઈવે ઉપર પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. અનેક જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઢીંચણ સમાન પાણી એકત્રિત થતાં સર્જાયેલી પરિસ્થીતીને લીધે સ્થાનિકોને ભારે હાડમારીઓ વેઠવાનો વારો આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સમયગાળામાં ભારે મેઘ મહેર જોવા મળ્યું છે.દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં અનરાધાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ડોક્ટર હાઉસ અને મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ચુસતાં ધરવખરી ભારે નુકસાન થયું છે.
વરસાદે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે.જ્યારે ગઈ કાલે રાત્રે બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઠેર ઠેર જાણે પાણીનો નદીઓ વહેતી થઈ ગઈ હતી. જ્યાં જોવો ત્યાં ખાલી પાણી પાણી જોવા મળ્યું હતું.લોકોના ઘરમાં દુકાનોમાં અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયું હતું. દરેક જગ્યા પર સવાર સુધીમાં પાણી ભરેલું જોવા મળ્યું હતું. બનાસકાંઠાના લગભગ દરેક તાલુકામાં વરસાદ મન ભરીને વરસ્યું છે.ગુજરાતનાં લગભગ દરેક જિલ્લામાં વરસાદની ધમકેદાર બેટિંગ જોવા મળી હતી. ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત જિલ્લામાં આવેલા ડેમો પણ વરસાદી પાણીથી છલકાઈ ગયા છે.
તંત્રના પાપે પ્રજાને નુકસાન:
પાલનપુર શહેરમાં વહેલી પરોઢે સાંબેલામાં વરસાદ પડતા શહેરના જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડોક્ટરની હાઉસની પાછળના વિસ્તારમાં સફાઇના અભાવે નાળા બ્લોક થઇ જતાં પાણીનો ભરાવો થયો હતો. લાંબા સમયથી સફાઇ ન થતાં નાળામાં કચરો અને પ્લાસ્ટિક જામ થતા પાણીનો પ્રવાહ અટકી જતાં સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકશાન થયું હતું. જ્યારે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેને લઈ લોકોમાં નગરપાલિકાની ઘોર લાપરવાહી સામે ભારે રોષ ભભુકી ઉઠયો હતો.
બનાસકાંઠામાં વરસાદ મન ભરીને વરસ્યું હોય તેવું જોવા મળ્યું છે. વરસાદના કારણે અનેક લોકોના જન જીવન ઠપ થઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી હતી.નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે ઘરની બધી વસ્તુઓ વિખરી ગઈ હતી. લોકોના ઘરમાં પાણીની નદીઓ થઈ ગઈ હોય એવી રીતે પાણી ભરાઈ ગયું હતું.
વરસાદ કારણે પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી :
પાલનપૂરમાં ભારે વરસાદે નગરપાલિકા પ્રિ- મોન્સુન પ્લાનની પોલ ખોલી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલા નાળા તેમજ ભૂગર્ભ ગટરની ચેમ્બરોની સાફ સફાઈ માટે 85 લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. નાળા અને ભૂગર્ભ ગટરના ચેમ્બરોની સફાઈ કરવામાં વેઠ વળવામાં આવ્યું હતું.વિવિધ વિસ્તારોના ચેમ્બરોની સફાઈ ન કરવામાં આવતા વરસાદની પરિસ્થિતિના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
આબુ હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા:
પાલનપૂરના લોકો ગઈ કાલે સવારે નીંદર માણી રહ્યા હતા ત્યારે ગાજવીજ સાથે મુશળાધાર વરસાદ ખાબકી ગયો હતો. બપોર સુધીમાં અવિરત વરસતા સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. આબુ હાઈવે પર બિહારી બાગ, ગઠામણ પાટિયા, ડેરી રોડ પર આવેલી આદર્શ સ્કૂલ રોડ કીર્તિસ્તંભ જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. આબુ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નીચાળવાળ વિસ્તારો જેવા કે બેચરપુરા, ગણેશપુરા, ભવદીય સોસાયટી, મફતપુરાના મકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ઘર વખરી નુકસાન પામ્યું હતું. સામાન્ય વરસાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!