Dahod Mgnrega Scam : મંત્રીના પુત્ર સહિત 4 ઝડપાયા, કુલ 11 આરોપીઓ જેલભેગા
આ કૌભાંડનો પર્દાફાશ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA) દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓએ પ્રોજેક્ટ અમલીકરણમાં મોટી...

વિકાસના નામે ભ્રષ્ટાચાર, દાહોદનો કલંકિત અધ્યાય...

વિકાસના નામે ભ્રષ્ટાચાર, દાહોદનો કલંકિત અધ્યાય...
દાહોદ (Dahod) જિલ્લામાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડ (Mgnrega Scam) મામલે પોલીસે સકંજો કસ્યો છે. પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના ફરાર પુત્ર કિરણ ખાબડ સહિત અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડી, આ પ્રકરણમાં સંડોવાયેલા કુલ આરોપીઓની સંખ્યા 11 પર પહોંચાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ (Dahod) પોલીસે ઝીણવટભરી તપાસ બાદ કિરણ ખાબડની ધરપકડ કરી છે. તેની સાથે દેવગઢ બારીયાના APO દિલીપ ચૌહાણ, ધાનપુરના APO ભાવેશ રાઠોડ અને ધાનપુરના ટીડીઓ રાઠવાને પણ દબોચી લેવામાં આવ્યા છે. આ પહેલાં પણ આ જ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના અન્ય પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલની ધરપકડ થઈ ચૂકી છે.
મનરેગા જેવી ગરીબલક્ષી યોજનામાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 11 આરોપીઓને જેલભેગા કરી આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આગામી સમયમાં આ પ્રકરણમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે..
દાહોદ (Dahod) મનરેગા કૌભાંડ (Mgnrega Scam) એ ગુજરાતના દાહોદ (Dahod) જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) યોજના હેઠળ થયેલુ એક મોટું ભ્રષ્ટાચાર છે, જેમાં આશરે ₹71 કરોડની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બે પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, તેમજ અન્ય સરકારી અધિકારીઓ અને એજન્સીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?