Dahod : હાઇવેની બેદરકારીનો ભોગ, દાહોદના ચીભડિયા ફળિયામાં 7 ફૂટ પાણી ભરાતા લોકો બેઘર, તંત્ર ગાયબ!
આખી રાત અને દિવસભર રહીશોને ભૂખ્યા-તરસ્યા ડુંગર પર આશ્રય લેવાનો વારો આવ્યો...

વાંકડી નદીનો કહેર...

વાંકડી નદીનો કહેર...
દાહોદ (Dahod) જિલ્લાના લીમખેડા તાલુકાના ચીભડિયા ફળિયામાં ભારે વરસાદ બાદ વાંકડી નદીએ ભયાવહ તબાહી મચાવી છે. નદીના પાણી 30 જેટલા ઘરોમાં 7 ફૂટ ઊંચે સુધી ફરી વળતા સ્થાનિકોની ઘરવખરી અને કિંમતી સામાનને વ્યાપક નુકસાન થયું છે. આખી રાત અને દિવસભર રહીશોને ભૂખ્યા-તરસ્યા ડુંગર પર આશ્રય લેવાનો વારો આવ્યો છે, પરંતુ કરુણતા એ છે કે, કલાકો વીતી ગયા હોવા છતાં તંત્રનું એક પણ અધિકારી સ્થળ પર પહોંચ્યું નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાઇવેની કામગીરીથી નદીનું પાણી રોકાતા તારાજી...
સ્થાનિકોના મતે, આ ભયાવહ સ્થિતિ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાલી રહેલી કામગીરી જવાબદાર છે. હાઇવે નિર્માણના કારણે નદીના પાણીનો પ્રવાહ રોકાઈ જતાં પાણી સીધા નીચાણવાળા ચીભડિયા ફળિયાના ઘરોમાં ઘૂસી ગયા હતા. આ બેદરકારીભરી કામગીરી અને ત્યારબાદ તંત્રની ઘોર ઉપેક્ષાએ લોકોના જીવ અને સંપત્તિને જોખમમાં મૂકી દીધા છે.
સ્થાનિકોની દયનીય હાલત અને તંત્રની ઉદાસીનતા...
ગઈ કાલ સાંજથી જ ચીભડિયા ફળિયાના સ્થાનિકોની હાલત દયનીય છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં તેઓ જીવ બચાવવા ડુંગર પર ચઢી ગયા છે. ખાવા-પીવાના ફાંફા પડી રહ્યા છે અને લોકોનું જીવન દુર્ભર બન્યું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, કોઈ પણ સરકારી અધિકારી કે પ્રતિનિધિએ તેમની ખબર સુદ્ધાં લીધી નથી.
આ પણ વાંચો : Ahmedabad : આધાર કાર્ડ માટે નીકળેલા દંપતી પ્લેન ક્રેશમાં ભસ્મીભૂત, માતા-પિતાની રાહ જોતો બાળક...!
આવી મુશ્કેલીમાં જ્યારે સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે આંખ આડા કાન કરીને બેઠેલા વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અત્યારે આવી હાલત છે, તો ભર ચોમાસામાં શું થશે? તંત્ર તાત્કાલિક ધ્યાન દોરે અને સ્થાનિકોની વ્હારે આવે તે અત્યંત જરૂરી છે, નહીં તો આ બેદરકારીના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : 47 DNA સેમ્પલ મેચ, 25 મૃતદેહો સોંપાયા, તંત્રની ઝડપી કાર્યવાહી...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.