ક્રિકેટર પુજારાના સાળા જીત પાબારીની આત્મહત્યા
જીત પાબારીએ રાજકોટ સ્થિત નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

જીત પાબારી

જીત પાબારી
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પુજારા પરિવાર અને ક્રિકેટ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના પાછળનું પ્રાથમિક કારણ એક વર્ષ જૂની દુષ્કર્મની ફરિયાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેની તારીખ અને જીતની આત્મહત્યાની તારીખ એક જ છે. આ બનાવની જાણ થતાં જ માલવિયાનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
જીત પાબારીએ જીવન ટૂંકાવ્યું
સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, જીત પાબારીએ બુધવાર, 26 નવેમ્બરના રોજ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બરાબર એક વર્ષ પહેલાં, એટલે કે 26 નવેમ્બર, 2024ના રોજ, જીતની પૂર્વ મંગેતર દ્વારા તેની વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદની બરાબર એ જ તારીખે આત્મહત્યા કરી લેતા, એવી આશંકા પ્રબળ બની છે કે, જીત છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા આ કાયદાકીય કેસ અને તેના કારણે સર્જાયેલા ભારે માનસિક દબાણ અને તણાવ હેઠળ હતા.
આ પણ વાંચો: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
જીત સામે કાયદાકીય કાર્યવાહી
ગત વર્ષે નોંધાયેલી ફરિયાદમાં, જીતની પૂર્વ મંગેતરે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીત પાબારીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગાઈ કર્યા બાદ પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જીતે અચાનક સગાઈ તોડી નાખી હતી. આ આરોપોને પગલે જીત સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી.
સમગ્ર પરિવારને ઊંડો આઘાત લાગ્યો
આ ઘટનાથી ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારા અને તેમના સમગ્ર પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. પુજારાના સાસરિયાઓ મૂળ જામજોધપુરના વતની છે, પરંતુ છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે. તેમના સસરા રસિકભાઈ પાબારી કોટન જિનિંગ ફેક્ટરીના માલિક છે. આ ઘટના બાદ માલવિયાનગર પોલીસની ટીમ તાત્કાલિક ખાનગી હૉસ્પિટલ પહોંચી હતી, જ્યાં તબીબોએ જીતને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે વધુ તપાસ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?