ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધ્યા, અમદાવાદમાં સૌથી વધુ 145 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી વધારાની સાથે 223 એક્ટિવ કેસ થયા છે, જેમાં સૌથી વધુ 145 કેસ અમદાવાદમાંથી નોંધાયા છે.

કોરોનાના કેસમાં વધારો

કોરોનાના કેસમાં વધારો
ગુજરાત રાજ્યમાં ફરીથી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ 223 એક્ટિવ કેસ છે. તેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 145 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજકોટમાં 23 દર્દીઓ નોંધાયા છે. કુલ 223 કેસમાંથી ફક્ત 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં છે.
ગુરુવારના દિવસે રાજ્યમાં નવા 4 કેસ નોંધાયા હતા. તેમાં અમદાવાદના સગરામપુરા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ, ગોડાદરાની 60 વર્ષીય મહિલા, રાંદેર રામનગરના 44 વર્ષીય પુરુષ, તેમજ ઉધના-મગદલ્લા રોડ પર રહેતી 61 વર્ષીય મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ
આ તરફ, સમગ્ર ભારતમાં પણ કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં હાલ 1200થી વધુ એક્ટિવ કેસ છે. કેરળમાં સૌથી વધુ 430 કેસ, પછી મહારાષ્ટ્રમાં 285, કર્ણાટકમાં 126 અને દિલ્લીમાં 104 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં નવા સબવેરિયન્ટના કારણે સૌથી વધુ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
શું ફરી વેક્સિન લેવી પડશે?
આ સંદર્ભે લોકોમાં ફરીથી વેક્સિન લેવા અંગે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને નવા સબવેરિયન્ટના કારણે લોકોને લાગણી છે કે, ફરીથી વેક્સિન જરૂરી બની શકે. પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જેઓએ અગાઉ વેક્સિન લીધી છે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ હજુ કાર્યરત છે, તેથી નવા વેરિયન્ટ સામે રક્ષણ આપે છે.
પરંતુ કેટલાક નિષ્ણાતો જણાવે છે કે, વેક્સિન હવે જૂની બની ગઈ છે, અને નવા વેરિયન્ટ સામે તેની અસર ઓછી થઈ શકે છે. જેથી કોરોના થવાનો જોખમ વધી શકે છે. એ માટે વેક્સિનના અસરકારક રહેવાના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!