NH-48 પર ટ્રેક્ટરની ટ્રોલીએ લીધો દંપતીનો ભોગ
વડોદરા હાઇવે પર બાઈકસવાર દંપતી ટ્રેકટરની ટ્રોલી નીચે કચડાતા મોતને ઘાટ ઉતર્યા..

ટ્રેક્ટરની ટ્રોલીએ લીધો દંપતીનો ભોગ

ટ્રેક્ટરની ટ્રોલીએ લીધો દંપતીનો ભોગ
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 (NH-48) પર કપૂરાઈ ચોકડી પાસે આજે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકસવાર એક દંપતીનું કરુણ મોત થયું છે.
આજવા ચોકડીથી કપૂરાઈ ચોકડી તરફ જવાના માર્ગે બનેલી આ ઘટનામાં પતિ-પત્ની ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતાં તેમના શરીરના માંસના લોચા વિખેરાયા હતા, જેના કારણે અકસ્માત સ્થળે ભયાવહ દૃશ્યો સર્જાયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીની ઓળખ થઈ છે. શહેરના વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલી સુંદરમ હાઇટ્સ સોસાયટીમાં રહેતા સમીર સુમન શાહ અને તેમનાં પત્ની બીના સમીર શાહ જરોલા વાઘા ડભોઇ પાસે આવેલી તેમની કરિયાણાની દુકાને જવા માટે નીકળ્યા હતા ત્યારે કાળનો ભોગ બન્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, બાઇક સવાર દંપતી ટ્રેક્ટર સાથે અથડાયા બાદ રોડ પર પટકાયા હતા, અને તે જ સમયે બાજુમાંથી પસાર થતા ટ્રકના પૈડા નીચે આવી જતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે લોહીના ડાઘા અને વિખેરાયેલા માંસના લોચા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં કપૂરાઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રેક્ટરને કબજે લીધું છે અને બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?