પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના નવરાત્રી ઉત્સવને લઈ વિવાદ
ધારાસભ્ય કિરીટ પટેલે ઋષિકેશ પટેલ સામે આક્ષેપ કરતો પીએમને પત્ર લખ્યો

ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ ઋષીકેશ પટેલ નવરાત્રી મહોત્સવ રદ કરાવ્યો

ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ ઋષીકેશ પટેલ નવરાત્રી મહોત્સવ રદ કરાવ્યો
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવરાત્રી ઉત્સવને લઈ વિવાદ શરૂ થયો છે. એનએસયુઆઈ દ્વારા આયોજીત નવરાત્રી ઉત્સવ યોજવાની મંજૂરી આપ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઈશારે મંજૂરી રદ કરાવવામાં આવી હોવાનો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે. નવરાત્રી ઉત્સવને રદ કરવા અંગે વડાપ્રધાનને રજૂઆત કરતો પત્ર લખતાં નવરાત્રીનો ઉત્સવનો વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં 1 ઓક્ટોબરના રોજ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ આયોજિત નવરાત્રી ઉત્સવને યુનિવર્સિટીના સત્તાધીશોએ મંજૂરી આપ્યા બાદ વહીવટી મંજૂરી પણ મેળવવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કુલપતિને રૂબરૂ બોલાવી નવરાત્રી ઉત્સવની પરવાનગી રદ કરવા કહ્યુ હોવાનો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે.
સમગ્ર દેશમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય તેવા સમયે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક દિવસીય નવરાત્રી ઉત્સવની ઉજવણી રદ કરાવવા કરાયેલા પ્રયાસ અંગે કિરીટ પટેલે વડાપ્રધાનને પત્ર લખી આરોગ્ય મંત્રી સામે આક્ષેપ કરતાં અનેક સવાલ ઉઠાવ્યા છે.
વડાપ્રધાનને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યુ કે, નવરાત્રી ઉત્સવ યોજવા માટે યુનિવર્સિટીએ મેદાન ભાડે આપી મંજૂરી પણ આપી હતી. ત્યારબાદ વહીવટી મંજૂરી પણ મેળવવામાં આવી હતી. અંતિમ સમયે આરોગ્ય મંત્રીએ કુલપતિને રૂબરૂ બોલાવી કાર્યક્રમ રદ કરવા કહ્યુ હતુ. કાર્યક્રમ રદ નહી કરવા મે રૂબરૂ મળી વિનંતી કરી હતી. તેમ છતાં આરોગ્ય મંત્રીએ કાર્યક્રમ રદ કરાવવા કહ્યુ હતુ.
યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરી નવરાત્રી ઉત્સવ જેવા માતાજીના આરાધનાના કાર્યક્રમને રદ કરાવવા આરોગ્ય મંત્રીએ ભજવેલી ભૂમિકા અંગે કિરીટ પટેલે પત્રમાં સવાલ ઉઠાવતાં ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
યુનિવર્સિટીએ પરવાનગી રદ કરવા છતાં એનએસયુઆઈએ કાર્યક્રમ યોજ્યો :
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ એનએસયુઆઈના નવરાત્રી ઉત્સવના કાર્યક્રમને અગાઉ મંજૂરી આપ્યા બાદ અંતિમ સમયે રદ કરી હતી. તેમ છતાં એનએસયુઆઈએ યુનિવર્સિટીના મેદાન ઉપર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેથી નવરાત્રી ઉત્સવનો વિવાદ વધુ વકર્યો છે.
કિરીટ પટેલના પત્રથી પાટીદાર અનામત આંદોલનની યાદ તાજી થઈ :
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે ઋષિકેશ પટેલના કાર્યાલય ઉપર તોડફોડ કરવામાં આવી હતી. વિસનગર સ્થિત કાર્યાલયમાં એસપીજી અને પાસના સભ્યોએ તોડફોડ કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના કન્વીનર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલન છેડી લોકપ્રિય બન્યા બાદ કિરીટ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. હાલમાં નવરાત્રી ઉત્સવ મામલે કિરીટ પટેલ અને ઋષિકેશ પટેલ આમને સામને આવી જતાં પાટીદાર અનામત આંદોલનની યાદ તાજી થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?