કોંગ્રેસનું 'નશા મુક્ત ગુજરાત' અભિયાન, નંબર જાહેર
દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે લડવા હેલ્પલાઈન જાહેર, મહિલાઓ મેદાનમાં ઉતરશે

કોંગ્રસ હવે લડી લેવાના મુડમાં

કોંગ્રસ હવે લડી લેવાના મુડમાં
ગુજરાતમાં વકરી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે 'નશા મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનને જનતાના સહયોગથી સફળ બનાવવા માટે કોંગ્રેસે એક વિશેષ હેલ્પલાઇન નંબર 99090 89365 પણ જાહેર કર્યો છે.
જનતા આ નંબર પર મિસ્ડ કોલ કરીને અભિયાનને પોતાનું સમર્થન આપી શકે છે. સાથે જ, વોટ્સએપ મેસેજ દ્વારા દારૂ કે ડ્રગ્સના અડ્ડાઓ અંગેની ફરિયાદો અને ગુપ્ત માહિતી આપી શકશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
સરકાર પર આકરા પ્રહાર અને મહિલા કોંગ્રેસની તૈયારીઆ અભિયાનની શરૂઆત કરતા પહેલા NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસોને જોડતી એક મોટી બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં પીવાનું પાણી ભલે ન મળે, પણ દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. ગુજરાત હવે ડ્રગ્સ માટે માત્ર લેન્ડિંગ હબ જ નહીં, પરંતુ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને રીટેલિંગ હબ પણ બની ગયું છે," જેના કારણે અનેક પરિવારોની બરબાદી થઈ રહી છે.
કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ ડ્રગ્સના મુદ્દે સરકાર પાસે 'વ્હાઇટ પેપર' રજૂ કરવાની માંગણી દોહરાવી હતી. તેમણે સવાલ કર્યો હતો કે જો ડ્રગ્સ પાકિસ્તાનથી આવતું હોય, તો યુદ્ધ વિરામ દરમિયાન ડ્રગ્સ સપ્લાય અટકાવવાની શરત કેમ ન મૂકવામાં આવી? તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પડકાર ફેંક્યો કે તેઓ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં દારૂ, જુગાર કે કુટણખાનાના અડ્ડા ન ચાલતા હોવાનો દાવો કરી શકે?
પોલીસ પગલાં નહીં લે તો મહિલાઓ ખુદ રેડ પાડશેગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે મહિલા સુરક્ષાના મુદ્દાને જોડતા જણાવ્યું કે, ડ્રગ્સ અને દારૂના કારણે મહિલાઓ પરના અત્યાચારો, બળાત્કાર અને શોષણના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.
તેમણે જાહેરાત કરી કે, આવતી કાલથી મહિલા કોંગ્રેસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળશે. તેઓ દરેક જિલ્લા અને તાલુકાની બહેનોને જોડીને આ નશાબંધી અભિયાન ચલાવશે. ગીતાબેન પટેલે ચેતવણી આપી કે, જ્યાં પણ દારૂ, ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડાઓની પોલીસને જાણકારી અપાશે, અને જો પોલીસ યોગ્ય પગલાં નહીં લે, તો મહિલાઓ રોડ પર ઉતરીને ખુદ આ અડ્ડાઓ પર દરોડા પાડશે અને આંદોલન કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?