ટેકાના ભાવે મગફળીની ખરીદી ગોકળગાય ગતિએ થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર

મગફળીની ખરીદી ગોકળગાય ગતિએ

મગફળીની ખરીદી ગોકળગાય ગતિએ
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ગોકળગતિએ ચાલતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. 25 દિવસમાં ખરીદી પૂર્ણ કરવાના બદલે 2 મહિને માત્ર 20 ટકા ખરીદી કરવામાં આવી છે. આ ગતિએ ખરીદી ચાલશે તો લક્ષ્યાંક 288 દિવસે પૂર્ણ થવાનો આંબલિયાએ દાવો કર્યો છે. 160 કેન્દ્ર પર દૈનિક 100 ખેડૂતોની નિયમિત ખરીદી થાય તો 20-25 દિવસમાં ખરીદીનો લક્ષ્યાંક પૂર્ણ થઈ શક્યો હોવાન તેમજ વેપારીઓ માલામાલ અને ખેડૂતો પાયમાલ થાય એવી નીતિથી ખરીદી પ્રક્રિયા ચાલતી હોવાનો પાલ આંબલિયાએ પત્રમાં ગંભીર આક્ષેપ કર્યો છે.
પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, વર્ષ 2024-25 માટે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી 11 નવેમ્બર 2024થી 160 ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ કરી હતી. રાજ્યમાં કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બે મહિના વીતવા છતાં 13 લાખ મેટ્રિક ટન ખરીદીના ટાર્ગેટ સામે રાજ્ય સરકાર માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન મગફળી ખરીદી કરી શકી નથી.
દ્વારકા જિલ્લાના ભાટિયા APMC ખાતે ચાલતા ખરીદ કેન્દ્રની છેલ્લા 20 દિવસમાંથી 7 દિવસ બારદાન નથી એવા બહાના હેઠળ બંધ રાખવામાં આવ્યું હતુ. જો સરકારની નિયત સાફ હોત અને સરકાર 13 લાખ મેટ્રીક ટન ખરીદી કરવા માગતી હોત તો યોગ્ય આયોજન કર્યું હોત. આયોજન મુજબ 160 કેન્દ્ર પર દૈનિક 100 ખેડૂતોની જ મગફળી ખરીદી કરવામાં આવી હોત તો 160(કેન્દ્ર) × 100(ખેડૂતો) = 16000 હજાર ખેડૂતોની મગફળી દૈનિક ખરીદી કરી શક્યા હોત. આ ગણતરી મુજબ ગુજરાતમાં રજિસ્ટ્રેશન થયેલા 3 લાખ 72 હજાર ખેડૂતોની મગફળી ખરીદી 20 થી 25 દિવસમાં થઈ શકી હોત
સરકાર એક ખેડૂત પાસેથી વધારેમાં વધારે 200 મણ એટલે કે 4 મેટ્રિક ટન મગફળી ખરીદી કરે છે. દૈનિક 100 ખેડૂતોની મગફળી ખરીદી કરે તો એક કેન્દ્ર પર 400 ટન મગફળી અને 160 કેન્દ્ર પર કુલ રોજ 64,000 મેટ્રિક ટન ખરીદી થાય. એ મુજબ 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરવામાં કુલ 13,00,000 ÷ 64,000 = 20 દિવસ જ ખરીદી કરવામાં સમય લાગે તેમ હતો. આ મુજબનું આયોજન કરવાની જગ્યાએ સરકારે જાણી જોઈને મગફળી ખરીદી પ્રક્રિયા ઈરાદા પૂર્વક એટલી ધીમી કરી કે ગોકળગાય ગતિ પણ વધારે ઝડપ ગણાય. ખેડૂતો ખુલ્લા માર્કેટમાં ઓછા ભાવે વેપારીઓને મગફળી વેચવા મજબુર થાય જેથી વેપારીઓ માલામાલ થાય અને ખેડૂતો પાયમાલ થાય.
ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થયાને 2 મહિના પૂર્ણ થવા છતાં પણ 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરકાર આ જ ગતિએ મગફળી ખરીદીનું કામ કરશે તો 2 મહિનામાં 2 લાખ 70 હજાર મેટ્રિક ટન તો બાકી રહેલી ખરીદી 10 લાખ 30 હજાર મેટ્રીક ટન ખરીદી કરવામાં કેટલો સમય લાગશે. હાલમાં 2.70 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી થઈ છે. જ્યારે બાકીની 10 લાખ 30 હજાર મેટ્રિક ટન ખરીદી કરતા કેટલા દિવસ હજુ લાગશે.10,30,000 ટન મગફળીની દૈનિક 4500 ટન ખરીદી કરવામાં આવે તો 288 દિવસે લક્ષ્યાંક પૂરો થઈ શકે તેમ છે.
આ ઉપરાંત ખેડૂતોની ખરીદ કરેલી મગફળીના રૂપિયા એક અઠવાડિયામાં આપવાના વાયદામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. કેટલાયે ખેડૂતો છે જેની મગફળી એક દોઢ મહિના પહેલા ટેકાના ભાવે ખરીદ કરી હોવા છતાં દોઢ મહિનાનો સમય વીતવા છતાં આજે પણ નાણા મળેલ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.