દુ:ખને સેવામાં બદલ્યું, પુજીત રૂપાણી ટ્રસ્ટ થકી પૂર્વ CM વિજય રૂપાણીએ અસંખ્ય જીવન ઘડ્યા...
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1994માં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી

રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1994માં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી

રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1994માં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી
ગતરોજ 12 જૂનના અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241નાં મોત નીપજ્યાં છે.આ દુર્ઘટનામાં વિમાન બી.જે.મેડિકલ કોલેજના હોસ્ટેલ મેસમાં ધડાકાભેર પડ્યું હતું.જેથી અનેક રેસિડેન્ટ ડોક્ટરોના પણ મોતની આશંકા છે.પણ આ તમામ વચ્ચે ભૂતપૂર્વ CM વિજય રૂપાણીએ પુત્ર પુજીતની યાદમાં બનાવેલ "પુજીત રૂપાણી ટ્રસ્ટ"ને કઈ રીતે ભૂલી શકાય કે જેણે અનેક બાળકોનું ભવિષ્ય બનાવીને ડોક્ટર,એન્જિનિયર તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યા છે.
પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજકોટના પનોતા પુત્ર ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના પરિવારમાં તેમની પત્ની અંજલી રૂપાણી,પ્રથમ સંતાન તરીકે દીકરી રાધિકા,દ્વિતીય સંતાન તરીકે પુજીત તથા ત્રીજા સંતાન તરીકે પુત્ર ઋષભનો જન્મ થયો.પુત્ર પુજીત જ્યારે અઢીથી ત્રણ વર્ષનો હતો.ત્યારે બાલ્કનીમાંથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.તેની બાદ વિજય રૂપાણી અને તેમના પરિવારે પુજીતના મૃત્યુના આઘાતને સામાજિક સેવામાં રૂપાંતરિત કર્યો હતો.
વિજય રૂપાણીએ તેમના પુત્ર પુજીતની યાદમાં રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1994માં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી.આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ,આરોગ્ય અને જીવનમાં પ્રગતિની તકો પૂરી પાડવાનો છે.ટ્રસ્ટના મેનેજર ભાવેન ભટ્ટના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધોરણ 7 પાસ કરનારા વિદ્યાર્થીઓને દત્તકલઈને ધોરણ 8થી 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.આ ઉપરાંત,ટ્રસ્ટ આરોગ્ય સેવાઓ અને મહિલા સશક્તિકરણને લગતી કામગીરી પણ કરે છે.
ટ્રસ્ટમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા અનેક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર,એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે.15 દિવસ પહેલાં જ, IITમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓએ ટ્રસ્ટની ઓફિસની મુલાકાત લીધી હતી અને વિજય રૂપાણીના નિવાસસ્થાને તેમની સાથે અંતિમ મુલાકાત કરી હતી.આ મુલાકાતમાં રૂપાણીએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે રસપૂર્વક ચર્ચા કરી હતી.
હાલ વિજય રૂપાણીના મૃત્યુના સમાચારે રાજકોટ અને ગુજરાતભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે.ટ્રસ્ટના મેનેજર ભાવેન ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું,"વિજયભાઈની ખોટ કોઈ પૂરી નહીં કરી શકે.તેમનું જીવન સમાજસેવા અને લોકોના ઉત્થાન માટે સમર્પિત હતું." રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે પુજીત રૂપાણી ટ્રસ્ટ આજે પણ આરોગ્ય અને શિક્ષણની સેવાઓ પૂરી પાડે છે.જે રૂપાણીના સામાજિક વારસાને જીવંત રાખે છે.પુજીત રૂપાણી ટ્રસ્ટના મેનેજર ભાવેન વધુમાં કહ્યું કે,"વિજયભાઈની સમાજસેવાની ભાવના અમને હંમેશાં પ્રેરણા આપશે" "ટ્રસ્ટમાંથી અભ્યાસ કરીને ડોક્ટર અને એન્જિનિયર બનેલા વિદ્યાર્થીઓ તેમની સપનાઓનું જીવંત પ્રતીક છે." જ્યારે સામા કાંઠા વિસ્તારના રહેવાસીઓએ પણ વિજયભાઈના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે,"વિજયભાઈએ અમારા વિસ્તારના બાળકોનું જીવન બદલી નાખ્યું છે.તેમનું ટ્રસ્ટ આજે પણ અમારા માટે આશાનું કિરણ છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…