માવઠાગ્રસ્ત ખેડૂતો સાથે CMએ કરી મુલાકાત
ખેડૂતો સાથે CM ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવ્યો

માવઠાગ્રસ્ત ખેડૂતો સાથે CMએ કરી મુલાકાત

માવઠાગ્રસ્ત ખેડૂતો સાથે CMએ કરી મુલાકાત
ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પહોંચ્યા હતા. CMએ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો અને વરસાદથી થયેલા નુકસાનનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું. તેમની સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ CM જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામમાં પણ પહોંચ્યા અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી.
ખેડૂતોને CMનું આશ્વાસન: 'વરસાદ વહેલો શરૂ થયો, દિવાળી પછી પણ પડ્યો'કડવાસણમાં ખેડૂતો સાથે વાતચીતમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું: "સરકાર હંમેશા ખેડૂતો સાથે જ છે. આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ છીએ. વરસાદ સારો થાય અને આખું વર્ષ સારું જાય. પરંતુ આ વર્ષે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી વરસ્યો છે. જેમાં પણ વરસાદ નવરાત્રી સુધી જ હોય, પણ અત્યારે દિવાળી પછી પણ આવ્યો છે. એટલે જ આપણે આ મુશ્કેલી પડી છે." તેમણે વધુમાં કહ્યું: "છેવાડાનું ગામ એટલે જ લીધું કે દૂર-દૂરથી જોતાં જોતાં આવ્યે. દરેક ખેતરોમાં તમે અહીં બતાવી તેવી જ પરિસ્થિતિ છે. સરકાર તરફથી જે કરવાનું હશે તે અમે સાથે રહીને કરીશું. સરકાર ખેડૂતોની પડખે રહેવામાં ક્યાંય ચૂકી નથી. જેમ કે દિવાળી પર જ બનાસકાંઠામાં રાહત પેકેજ જાહેર કર્યું."
મુખ્યમંત્રીએ ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરી. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખૂબ જ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે તેવી માહિતી ગઈકાલે CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આપી હતી.
ગુજરાતમાં કમોસમી વરસાદની અસર: 25 તાલુકાઓમાં માવઠું, પાકોને નુકસાનગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા વગેરેમાં ભારે વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 6થી 15 ઈંચ વરસાદ પડ્યો, જેનાથી મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકોને ભારે નુકસાન થયું છે. જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદથી પાક નુકસાનીનો 85 ટીમો દ્વારા સર્વે ચાલી રહ્યો છે.
મુખ્યમંત્રીએ આ મુલાકાતમાં ખેડૂતોને આશ્વાસન આપ્યું કે સરકાર તેમની સાથે છે અને જરૂરી સહાય પૂરી પાડશે. આ સાથે, રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીના સર્વે પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ કમોસમી વરસાદ ગુજરાતના મોન્સૂન પેટર્નમાં બદલાવને કારણે છે, જેની અસર ખેડૂતોના જીવન પર પડી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?