સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ભુવાના શરણમાં, મંદિર હટાવવાનો નિર્ણય અંધશ્રદ્ધાથી ઘેરાયો
એશિયાની સૌથી મોટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ખોડિયાર મંદિર હટાવવા ભુવાના શરણમાં ગયા

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ
અમદાવાદની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી ખોડિયાર માતાનું મંદિર હટાવવાનો નિર્ણય લેતાં પહેલા ભુવાનાં શરણમાં ગયા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના PM રૂમ સામે વર્ષો જૂનું ખોડિયાર મંદિર આવેલું છે, જેને સ્થળાંતર કરવા માટે ડૉ. જોશીએ ભુવા પાસેથી 'માતાની પરવાનગી' લેવાનો પ્રયાસ કર્યો હતો.
“માતા એ પરવાનગી નથી આપી”
ભુવાને દાવો કર્યો છે કે, ખોડિયાર માતાએ મંદિર હટાવવાની પરવાનગી આપી નથી. આ વાતનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલ કેમ્પસની અંદર ભુવા ધાર્મિક વિધિ કરતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું એક વિજ્ઞાન પઠિત, મોટા હોદ્દા ધરાવનાર અધિકારી આવા અંધશ્રદ્ધાપૂર્ણ પગલાં લઈ શકે?
શું મંદિર હટાવવાનો નિર્ણય ભુવા લેશે?
હોસ્પિટલ કેમ્પસની તમામ જવાબદારી સુપરિટેન્ડન્ટના હાથમાં હોય છે. ત્યારે PM રૂમ સામેના મંદિરને હટાવવું કે સ્થળાંતર કરવું એ ધાર્મિક વિધિઓથી નક્કી કરવું શું યોગ્ય છે? પહેલા પણ આવા વિવાદ થયા હતા, જેમાં એક ભુવાએ દર્દી પર વિધિ કરી હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
વિજ્ઞાન અને તર્કના સ્થાને અંધશ્રદ્ધા?
આ ઘટનાએ હોસ્પિટલની વ્યવસ્થાપન પદ્ધતિઓ અને તર્કશક્તિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ સરકાર અને તંત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ મોટી સરકારી હોસ્પિટલમાં આવા કિસ્સા સામે આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!