5 ઓગસ્ટ સુધી ચૈતર વસાવાની જામીન પર સુનાવણી મુલતવી
ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી હાઈકોર્ટમાં મુલતવી, હજી 15 દદિવસ જેલમાં વિતાવવા પડશે

ચૈતર વસાવાની જામીન પર સુનાવણી મુલતવી

ચૈતર વસાવાની જામીન પર સુનાવણી મુલતવી
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમને 5 જુલાઈએ ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ બાદ ગ્રામજનો અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ચૈતર વસાવાએ અગાઉ નીચલી કોર્ટ અને સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી. જોકે, હવે હાઈકોર્ટે પણ 5 ઓગસ્ટ સુધી સુનાવણી મુલતવી રાખી છે, જેના કારણે તેમને હજુ ઓછામાં ઓછા 15 દિવસ વધુ જેલમાં રહેવું પડશે.
આ સમગ્ર બનાવ 5 જુલાઈએ, આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠક દરમિયાન બન્યો હતો, જ્યાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. તદ્દન રાજકીય રીતે સંવેદનશીલ બનેલા આ કેસમાં પોલીસ ફરિયાદ ભાજપના સંજય વસાવાએ નોંધાવી હતી, જેના આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી.
ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જેને લઈને રાજ્યભરમાં ચર્ચા થઈ હતી. જામીન અરજીને હજી સુધી મંજૂરી ન મળતા ચૈતર વસાવા માટે મુશ્કેલીઓ વધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!