ઉદ્યોગપતિ કરસનભાઇ વર્સિસ પાસ નેતાઓ, આંદોલનના મૂદ્દે ખેંચાઇ તલવાર
PAAS નેતાઓ ગમે તેટલો બચાવ કરે, એટલું તો સ્વિકારશે કે કરસનભાઇની વાત દમ તો છે

ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ અને ભાજપ ધારાસભ્ય હાર્દિક...

ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ અને ભાજપ ધારાસભ્ય હાર્દિક...
ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલના એક નિવેદને પાટીદાર અનામત આંદોલન સમિતિના (PAAS) નેતાઓના ભંવર ઉંચા કરી દિધા છે. આમને સામને શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે. PAAS નેતાઓએ એટલું જ બોલવાનું બાકી રાખ્યું બાર વરસે બાવો બોલ્યો. કરસનભાઇના સવાલ અને આક્ષેપ ખોટા છે, તેવું તો PAAS નેતા કહી શકે તેમ જ નથી.
પાટણ ખાતે એક સામાજિક મેળાવડો યોજાયો હતો, જેમાં ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલ સામાજિક વાત કરવા ઉપરાંત ૨૦૧૫માં PAASઅનામત મૂદ્દે કરેલા આંદોલન ને કેટલા આક્ષેપ કર્યાં, ૧) આ આંદોલનથી સમાજને કશું મળ્યું નથી, ૨) અનામત આંદોલનમાં સમાજના યુવાનો હોમાયા. ૩) આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય રોટલા શેક્યા છે. તેનાથી સમાજને કોઇ ફાયદો થયો નથી. ૪) તેમણે સવાલ કર્યો કે શું આ આંદોલન કોઇને સત્તા પરથી હટાવવા માટેનું હતું. તેમનો કહેવાનો મતલબ હતો કે આ આંદોલન માત્ર ને માત્ર આનંદીબેન પટેલને સત્તા પરથી હટાવવા માટે હતું.
જે સમયે આ કરસનભાઇ પટેલ આ નિવેદન કરી રહ્યાં હતાં, તે કાર્યક્રમમાં, ત્યારે મહેસાણા જિલ્લાના પાટીદાર નેતા અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ પણ હાજર હતાં.
કરસનભાઇના નિવેદને PAAS નેતાઓ અને રાજકારણમાં જેમણે ઝંપલાવી દિધું છે, તેમના દાંત ખાટા કરી નાંખ્યાં, પાટણના જ ધારાસભ્ય અને PAASના ભૂતપૂર્વ નેતા કિરીટ પટેલે તેમની પ્રાથમીક પ્રતિક્રિયામાં સીધો અને સટ સવાલ કરસનભાઇને કરી નાંખ્યો કે કરસનભાઇ દસ વર્ષ પછી કેમ આંદોલન વિશે બોલ્યાં, આંદોલનની ફળશ્રુતી સમજાવતા કિરીટ કહ્યું કે આંદોલનના પગલે અનેક યોજનાઓ અમલમાં આવી છે. વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો, આ આંદોલનના કારણે પાટીદાર સમાજને નવું નેતૃત્વ મળ્યું છે.
તેમણે એવો પણ સવાલ કર્યો કે આનંદીબેન પટેલને સત્તા પરથી હટાવ્યાં તે સમયે કરસનભાઇ કેમ ચૂપ રહ્યાં હતાં, ત્યારે તેમણે બોલવું જોઇતું હતું.
PAASના ભૂતપૂર્વ કન્વિનર અને હવે ભાજપના નેતા વરુણ પટેલે કરસનભાઇ પટેલને વળતો સણસણતો સવાલ કર્યો કે, યુવાનોની શહિદી આજે તમને યાદ આવી તો તે સમયે ૧૪ દિકરાના પરીવારને આર્થીક મદદ કેમ ન કરી, તમે તો ખૂબ મોટા દાતા છો. વરુણે આંદોલનનો બચાવ કરતાં કહ્યું કે આર્થિક સામાજિક પછાત યુવાનો માટે ૧૦ ટકા અનામત લાગુ થઇ. જ્યારે આંદોલન ચાલતું હતું તે સમયે કરસનભાઇને નિવેદન કરતાં શરમ આવતી હતી કે ડરતા હતાં, તેવો સવાલ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.