રાજકોટમાં બુલડોઝર એક્શન શરૂ, 6.52 કરોડની સરકારી જમીન કરાઈ મુક્ત
રાજકોટમાં તંત્ર દ્વારા 38 કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા, જેમાં કુલ 6.52 કરોડ રૂપિયાની સરકારી જમીન મુક્ત કરવામાં આવ ...

રાજકોટમાં ડિમોલેશનની કામગીરી

રાજકોટમાં ડિમોલેશનની કામગીરી
રાજકોટ શહેરમાં ગુનેગારો વિરુદ્ધ તંત્રે ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસવાટ કરતા 38 કુખ્યાત ગુનેગારોના ગેરકાયદે બનાવેલા મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 55 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ દબાણો લૂંટ, મારામારી, ચોરી, અને પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તંત્રે કુલ 2610 ચોરસ મીટર જમીન પર આવેલા ગેરકાયદે માળખાં તોડી પાડ્યા છે. જેના થકી અંદાજે 6.52 કરોડ રૂપિયા મૂલ્યની સરકારી જમીન પાછી મેળવી લેવામાં આવી છે.
આ કાર્યવાહીનું નેતૃત્વ રાજકોટના ઝોન-2ના DCP જગદીશ બાંગરવાએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવા અસામાજિક તત્વો સામે તંત્રનું વલણ સખત રહેશે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાને બગાડનારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. શહેરના રૈયાધાર વિસ્તારમાં તથા નવા રિંગ રોડ પર આવેલી પરશુરામ ટેકરી પાસે ગુનેગારોના ઘર અને દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
આ ગુનેગારોમાં એવા શખ્સો સામેલ છે જેમના વિરુદ્ધ 8થી 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનેગારોમાં કેટલીક મહિલાઓ પણ છે, જેમના પર અનેક ગુનાઓ નોંધાયા છે. પોલીસ અને મ્યુનિસિપલ તંત્રે મળીને આ મહા ઝુંબેશ હાથ ધરી છે જેમાં PGVCLની ટીમે પણ સહકાર આપ્યો હતો.
રાજ્ય સરકારના નિર્દેશન હેઠળ શહેરમાંથી ગેરકાયદે પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના હેતુસર આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્રે સ્પષ્ટ જણાવ્યું છે કે, આવનારા સમયમાં પણ આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે અને દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?