BRTS ના ડ્રાઇવરો, જેને જોઇને મહિલાઓ અનુભવે છે અસલામતી...
આરટીઆઇમાં મળી ચોંકાવનારી માહિતી, આવા ડ્રાઇવરો સામે 4 વર્ષમાં 792 ડ્રાઇવરો સામે ફરિયાદ

BRTS ના ડ્રાઇવરો, જેને જોઇને મહિલાઓ અનુભવે છે અસલામતી...

BRTS ના ડ્રાઇવરો, જેને જોઇને મહિલાઓ અનુભવે છે અસલામતી...
BRTS ના ડ્રાઇવરો બસ ચલાવાની પોતાની ડ્યુટી સિવાય પણ એવા કેટલાક કામો કરે છે તેને જોતાં ડ્રાઇવરો સામે ભલભલાની આંખ લાલ થઇ જાય.. આ ડ્રાઇવરો પોતાની બસ તો ચલાવે જ છે પણ મહિલા મુસાફરોનો પીછો કરવો અને તેમની સામે અભદ્ર વર્તન પણ કરતા હોય તેવી અનેક ફરિયાદો તંત્રને મળી છે પણ નવાઇની વાત એ છે કે 4 વર્ષમાં માત્ર 1 ડ્રાઇવરને જ સજા કરાઇ છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દોડતી BRTS મહિલાઓની સુરક્ષા સામે ખતરો જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ડ્રાઇવરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અયોગ્ય રીતે બસ ચલાવાની 85 ફરિયાદો તથા મુસાફરો સાથે ગેરવર્તણુંક કરાઇ હોય તેવી 71 ફરિયાદ અને મુસાફરો સાથે દુર્વ્વહાર કરાયો હોય તેવી 8 ફરિયાદ સહિત 174 ફરિયાદ તો માત્ર 2024ના 6 મહિનામાં જ કરાઇ હતી. નવાઇની વાત એ છે કે અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા આ ડ્રાઇવરો સામેકોઇ જ પગલાં લેવાયા નથી.
અમદાવાદ કોર્પોરેશન હસ્તક અણદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કૂલ 89 કિમીના રુટ પર BRTSની 250થી વઘુ બસ ચલાવામાં આવે છે અને તેના દ્વારા શહેરીજનો સરળતાથી પરિવહન કરી શકે તેવી વ્યવસ્થા ગોઢવાઇ છે. આ બસનું સંચાલન પ્રાઇવેર્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે.બીજી તરફ જનમાર્ગ કંપની દ્વારા કોઇ પણ ફરિયાદ હોય તો ટોલ ફ્રી નંબર અને વોટસએપ નંબર, જનમાર્ગ કન્ટ્રોલ નંબર તથા ઇમેઇલ આઇડી પણ અપાયેલા છે.
આ મામલે એડવોકેટ અતિક સૈયદે આરટીઆઇ કરીને માહિતી માગી હતી કે બસના ડ્રાઇવરો સામે કેટલી ફરિયાદ થઇ છે અને તેમને જે માહિતી મળી તે ચોંકાવનારી છે. આ જે માહિતી મળી છે તેમાં
ડ્રાઈવરો સામે કયા પ્રકારની મુસાફરોએ ફરિયાદ કરી?
1.બસ ડ્રાઈવર ઓવર સ્પીડથી બસ ચલાવે છે.
2.બસ ડ્રાઈવર બસ સ્ટોપ ઉપર બસ ઉભી રાખતા નથી.
3.બસ ચલાવતી વખતે ડ્રાઈવર મોબાઈલ ઉપર વાત કરે છે.
4.મુસાફરો સાથે ડ્રાઈવર યોગ્ય રીતે વાત કરતા નથી.
5. બસ ડ્રાઈવર અપશબ્દો બોલે છે.
6.ડ્રાઈવરે યુનિવર્સિટીના બદલે મેમનગર બસ સ્ટોપ ઉપર ઉતાર્યા.
7.ડ્રાઈવર ખુબ ખરાબ સ્પીડથી બસ હંકારે છે.
8.ડ્રાઈવર મહિલા મુસાફરો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે.
9.ડ્રાઈવર નોન સ્ટોપ બસ હંકારી બસસ્ટોપ ઉપર બસ ઉભી રાખતા નથી.
10.લાપરવાહીથી બસ હંકારીને મુસાફરને ઈજા પહોંચાડે છે.
11.બસ રોંગસાઈડમાં હંકારીને ઓવરટેક કરે છે.
જો કે નવાઇની વાત એ છે કે ચાર વર્ષમાં તંત્ર દ્વારા માત્ર પ્રમોદભાઇ નામના એક ડ્રાઇવર સામે જ કાર્યવાહી થઇ છે પણ બાકીના કિસ્સામાં તંત્રએ ધ્યાન પણ આપ્યું નથી. જો ડ્રાઇવર ટ્રાફિક જંકશન પર ગંભીર ગુનો કે તો તેને ફરજમુક્ત કરી દેવાય છે પણ મુસાફરો જે ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ કરે તો તેને રેકોર્ડ સુદ્ધાં રખાતો નથી.
BRTSના ડ્રાઇવરો સામે ચાર વર્ષમાં થયેલી ફરિયાદ
વર્ષ ફરિયાદ
2021 55
2022 159
2023 327
2024 251
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.