મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી

CM ઓફિસ ગાંધીનગર

CM ઓફિસ ગાંધીનગર
રાજધાની ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરી જેવી મહત્વપૂર્ણ સરકારી ઈમારતોને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ ધમકી મળ્યા બાદ તાત્કાલિક રીતે ગાંધીનગર પોલીસ તેમજ આતંક વિરોધી દળ (ATS) એલર્ટ પર આવી ગઈ છે અને તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવામાં આવી છે.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મળેલા ઈ-મેઈલમાં પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરની સાથે ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. આ સાથે તમિલનાડુના કેટલાક રાજકીય હસ્તીઓ અને પત્રકારોના નામોનો પણ ઈ-મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સંકેત આપે છે કે, આ માત્ર રાજ્યસ્તરનો નહિ, પણ રાષ્ટ્રીય સ્તરના ષડયંત્રનો ભાગ હોઈ શકે છે.
આ ઈ-મેઈલ અલગ અલગ રાજ્યોમાંથી અને શંકાસ્પદ નામો દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. જેની હાલ સાયબર ક્રાઈમ શાખા દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે. ઈ-મેઈલ ક્યાંથી મોકલાયો, કોણે મોકલ્યો અને એના પાછળનો ઉદ્દેશ્ય શું છે તે જાણવા માટે ટેક્નિકલ વિશ્લેષણ ચાલુ છે.
અત્યારસુધી કોઈ પણ સંગઠન દ્વારા આ ધમકીનો અધિકારિક દાવો કરવામાં આવ્યો નથી, છતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કોઈ પણ આશંકાને ધ્યાનમાં રાખીને તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે. આવાં પ્રકારના ઈ-મેઈલથી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થાય છે, જેને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે જવાબ આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!