Mehsana માં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો
ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવ્યો હતો

ગુજરાત પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલુ

ગુજરાત પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલુ
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ખાતે બુધવારે એક બોગસ ઉમેદવારને પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવ્યો હતો. સમગ્ર મામલે મહેસાણા (Mehsana) એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ 15 ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા 8 જાન્યુઆરી 2025થી ચાલી રહી છે. શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
22 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ મહેસાણા (Mehsana) પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવાર તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં એડિટિંગ કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડાઈ ગયો છે.
આ બોગસ ઉમેદવાર વિરૂદ્ધ મહેસાણા (Mehsana) એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોગસ ઉમેદવારને પકડી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.